Book Title: Kumarpal Charitra Part 01
Author(s): Ajitsagarsuri
Publisher: Mahudi Jain SMP Sangh

View full book text
Previous | Next

Page 287
________________ २४० કુમારપાળ ચરિત્ર કાન પુરાવાથી સિંહનાદ તેને સાંભળવામાં આવ્યું નહીં એટલે તે હાથી શત્રુના હસ્તી પ્રત્યે નિર્ભય થઈ યુદ્ધ કરવા માટે દેડ. બંને હસ્તીઓ એક બીજાને પ્રહાર કરતા અને ચકની માફક વારંવાર ભ્રમણ કરવા લાગ્યા. સુંઢના અગ્ર વડે બહુ ક્રોધથી પરસ્પર પકડવાને દાવ શોધતા હતા, મદ્યપનથી અત્યંત ઉન્મત્ત થયેલા અને લાલ નેત્ર કરી તે બંને હાથીએ પિતૃ વરની જેમ યુદ્ધ કરવા લાગ્યા. એમ બંને હાથીઓને યુદ્ધ કરતા જોઈ બંને રાજાએ પણ ક્રોધથી બાણેની વૃષ્ટિ કરતા છતા ભારે યુદ્ધ કરવા લાગ્યા. અતિ ઉત્કટ એવા તે બંનેના સંગ્રામને કૌતુકથી જોતા કેટલાક સુભટે ચૌલુકય પક્ષના હતા અને કેટલાક અર્ણોરાજની તરફના હતા. વળી હું માનું છું કે, તેમનાં બાણ એટલાં બધાં અવર નવર પડતાં હતાં કે, જેમની અંદર શૂર પુરુષ પણ કપાવાના ભયને લીધે જેમ પિતાના હાથ લંબાવતા નહોતા. બહુ ધથી અખંડિત ધારાએ બાણ વૃષ્ટિને વિસ્તારના બંને રાજાઓના તણીર (ભાથાએ) વહુ બાણેને લીધે અક્ષય બાણવાળા થયા. પરસ્પર મૂકેલ અને મધ્ય ભાગમાં કમળનાલની માફક ખંડિત કરેલ બાણેને ઢગલે બંને હાથીઓની વચ્ચે હાથી પ્રમાણ થઈ ગયે હતે. ધનુષ પ્રત્યંચા (દેરી) અને બાણને વારંવાર છેદતા બંને રાજાઓ કર્ણ અને અર્જુનની માફક અધ્યક્ષ બની ચિરકાળ આશ્ચર્ય કરવા લાગ્યા. જુગારીઓ પાશાઓ વડે પાશાઓને તેમ તે બંને રાજાઓએ યચિત શાસ્ત્રાવડે અન્ય શાને છેદ કરી ઘણે સમય યુદ્ધ ક્રિડામાં વ્યતીત કર્યો. ત્યાર બાદ અરાજનાં અવડે નિર્ધનના મને રથની જેમ પિતાના અસ્ત્રો મધ્ય ભાગમાં કેરાયેલાં જોઈ ચૌલુકયને બહુ ધ થયે. જેથી તે સિંહની માફક હાથી ઉપરથી ફાળ મારીને વીજળીની જેમ શત્રુના હાથીપર પડયા.

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320