________________
૨૩૮
કુમારપાળ ચરિત્ર છતાં હાલમાં તારી બહેનના કહેવાથી આ યુદ્ધમાં મારા હાથે મરવાને શા માટે તું તૈયાર થયું છે?
તે સાંભળી કુમારપાળ બે भगिनीवल्लभ ! यज्जटादिधरण शक्तस्य वा वैभव,
रामादेरिव तद्विधिर्वितनुते तत्तस्य नो दूषणम् । आजन्माऽपि पर त्वयाऽद्भुततमे राज्ये प्रवर्तिष्णुना,
दुःसाधं किमु साधितं कथय मे यद् दर्पमुत्ससि ॥१॥ “હે ભગિની પતિ, પરાક્રમી પુરુષને જે જટાદિક ધારણ કરવું અથવા વૈભવ પામ તે દેવકૃત હોય છે. વળી તે રામચંદ્રાદિકની માફક શોભાપાત્ર ગણાય છે, દૂષણ ગણાતું નથી.
પરંતુ જન્મથી આરંભીને આજ સુધી પણ ખરેખર અદ્દભુત રાજ્યમાં તે પ્રવૃત્તિ કરી છે, તે દુ:સાધ્ય એવું કાર્ય તે શું કર્યું? જેથી તું આટલો બધો ગર્વ કરે છે, એને જવાબ આપ.”
અર્ણોરાજ છે. તે શ્યાલક ! સમર્થ શત્રુ રાજાઓને ભેદવામાં પ્રવીણ એવાં આ મારાં બાણ પ્રથમ ભિક્ષુક દશામાં રહેલા તારી ઉપર પડવા માટે લજજા પામે છે.
અતિશય મદોન્મત્ત હસ્તીઓને સંહારવામાં પ્રસિદ્ધ મહિમાવાળા સિંહના નખ વેગ સહિત શિયાળીઓ ઉપર પડે ખરા?
કુમારપાળે કહ્યું. હે ભગિનીપતિ ! તારા બાણવડે એક પણ શત્રુ રાજા હણાયો હોય તે વાત કઈ વખત મારો સાંભળવામાં આવી નથી. આવી બેટી બડાઈ તું શા માટે જાહેર કરે છે?
એમ છતાં જે તારી મહત્તા સત્ય હશે, તો ગર્વિષ્ટ રાજાઓના પ્રાણ હરવામાં કુશળ, એવા મારા બાણને યુદ્ધમાં કઈ પણ રીતે તું રોકી શકીશ. ચૌલુકય તથા અરાજ
ચૌલુક્ય તથા અરાજ, એ બંને રાજાઓએ પરસ્પર યુદ્ધની ઈચ્છા કરી, તેટલામાં તે બંનેના ગજે દ્રો દુર્મત્ત થઈ યુદ્ધ કરવા માટે દોડવા લાગ્યા.