________________
ગુર્જરેદ્ર વિજય
૨૧૧ હે દેવ ! તારે ભુજમલરૂપી સમુદ્ર કેના આનંદ માટે ન થાય, જેની અંદર મોટા પર્વત અને રાજાઓ પણ એકદમ ડુબી જાય છે.
જે પ્રતાપરૂપ સૂર્ય વડે મેં જલબિંદુની માફક શત્રુઓને નિત્તમ કર્યા હતા, તે મારા પ્રરાક્રમરૂપે સૂર્યને હાલમાં તું અસ્તાચળ સમાન થે.
આજસુધી મેં મારા ભુજબળવડે અન્ય રાજાઓ પાસેથી દંડ લીધો હતો, તે હાલમાં તને આપ પડશે, કારણ કે દેવગતિ બલવાન છે. | માટે હે રાજન ! હવે રણસંગ્રામથી તું નિવૃત થા. મારું કહેવું માન્ય કર, જેથી બંને સૈનિકે મરણ ભયથી મુકત થઈ જીવતા રહે.
એ પ્રમાણે મૂળરાજનું વચન સાંભળી શ્રીકુમારપાલરાજા તેનું વચન માન્ય કરી યુદ્ધથી નિવૃત થયે. કારણ કે માનિ પુરુષ માન મળવાથી અનુળ થાય છે.
પછી કુમારપાલનરેંદ્રના સૈન્યમાં ઉછળતા પ્રમોદરૂપ સાગરના તરંગ જન્ય શબ્દોની માફક મધુર સ્વરે જયજય દવનિ થવા લાગ્યા.
પ્રાપ્ત થયેલી જયશ્રીના પ્રાવેશિક ઉત્સવ માટે જેમ વિવિધ પ્રકારનાં વાત્ર વાગવા લાગ્યાં અને વિજ પતાકાઓ સર્વત્ર બંધાઈગઈ.
તે સમયે પિતાને સુભટ માનતા ગુર્જરેશ્વરના રૌનિકે હૃદયમાં આનંદ માનવા લાગ્યા. ખરેખર બલવાન શત્રુને જીત્યા સિવાય બલની પરીક્ષા થતી નથી.”
હૂર્વ-નાના કાન વડે ઇંદ્રના અશ્વને જીતનાર ઘોડાઓની ભેટ કરીને મુલતાનનરેશે વિનયપૂર્વક શ્રી કુમારપાલભૂપતિને પ્રસન્ન કર્યો.
પિતાને મોટા માનનાર અને અભિમાની બીજા પણ ઉત્તર દેશના રાજાઓને કુમારપાલભૂપાલે સામંતની જેમ ક્રીડા માત્રથી પિતાને સ્વાધીને કર્યો.
શકદેશમાંથી પાછા વળતાં ધર્મવિજયી શ્રીગૌર્જરેશ્વરે જાલંધર, જય, શલ્ય અને મરૂ વગેરે રાજાઓને પિતાને તાબે કર્યા.
શ્રી કુમારપાલરાજાએ ચારે દિશાઓમાં વિજય મેળવ્યો. તેનું પ્રમાણુ શ્રીવીરભગવાનના ચરિત્રમાં શ્રી હેમચંદ્રસૂરિએ બતાવ્યું છે,