________________
२२८
કુમારપાળ ચરિત્ર આ પ્રમાણે દૂતે કહેલું વાકય સાંભળીને કાવ્યના ભાવાર્થને વિચાર કરી અર્ણરાજ અવજ્ઞાવડે હસતે છતે તેને કહેવા લાગ્યા.
રે દૂત! બંદીની માફક તે શું પિતાના નાયકની સ્તુતિ કરી?
પુત્રની સ્તુતિવડે પિતાની જેમ સેવકની રતુતિવડે રાજા મેટો થાય નહીં.
વળી તું જે કહે છે કે, મારો સ્વામી રણભૂમિમાં શત્રુઓને કણની માફક પિશી નાખે છે, તે તારું બોલવું બેટું છે.
કારણકે તેણે દરિદ્રપણામાં દાણા દળ્યા હશે. વળી તેને પરાક્રમની અનેક પ્રકારે તું મિઠાસ્તુતિ કરે છે,
છતાં પણ મેં જન્મથી આરંભી ભિક્ષુક્તા સિવાય તેનું કંઈ પણ અધિક પરાક્રમ સાંભળ્યું નથી.
રે દૂત ! તારા સ્વામીને તે પૂજ્ય કહ્યો અને મને દેડકો કો, તારા દેશનું તે વાક્યાતુર્ય સારૂં બતાવ્યું.
વળી એક વચન તે એગ્ય કહ્યું,
પિતાની અંદર ભુજંગ પણું સ્થાપન કર્યું. નહીં તે બીજાને દુર્જન કરવાને તારી દ્વિજીહતા કયાંથી થાત?
પરંતુ સંગ્રામની અંદર પિતાનું સર્પપણું તું બરાબર જાણીશ. અને અનન્ય પરાક્રમ વડે મારું દેડકાપણું અથવા ગરૂડપણું સારી રીતે તું સમજી શકીશ.
એમ કહી ચાવડાના વંશરૂપી સમુદ્રમાં ચંદ્ર સમાન અરાજે પ્રત્યુત્તર લખી એક કાવ્ય આપીને દૂતને વિદાય કર્યો. અર્ણોરાજપ્રયાણ
ડૂતને વિદાય કરી તરત જ અર્ણોરાજે પિતાના સેનાપતિને આજ્ઞા કરી એટલે સેનાપતિએ શત્રુઓને સાક્ષાત વિન સમાન પિતાના રીને તૈયાર કર્યું.
ચાલતા પર્વતે હેયને શું ? તેવા ઉન્નત ગજે દ્રો, ઇંદ્રના અશ્વ સમાન વેગવાળા ઘડાઓ, શૌર્યની મૂત્તિ સમાન ઉદ્ધત અંગવાળા પતિ-સૌનિકે સાથે આ ભૂપતિ પિતાના નગરમાંથી નીકળે,