________________
૨૨૯
-
અરાજપ્રયાણ
નભસ્તલને સ્પર્શ કરતી પતાકાઓ વડે આકાશનું પાન કરતા, સૈનિકે એ ઉડાડેલા ધૂળના સમૂહવડે સૂર્યને આચ્છાદન કરતે અને
પગપાળાઓને પ્રચંડ શબ્દ વડે વિશ્વને બધિરિત કરતે હેાય તેમ અરાજનૃપતિ ચાલુકયના સૈન્યની નજીકમાં જઈ ઉભે રહો.
તેટલામાં ડૂત પણ શત્રના કહેલા સમાચાર શ્રીકામારપાળરાજાને કહ્યા. અને તેણે આપેલું કાવ્ય પણ આપ્યું. પછી ભુપતિએ તે વાંચ્યું. रे रे सर्प ! विमुच्च दर्पमसम किं स्फारफुत्कारतो
विश्व भीषयसे ? क्वचित्कुरु बिले स्थान चिरौं नन्दितुम् । नोचेत्प्रोढगरुत्स्फुरत्तरम द्वजाधूतपृथ्वीधर
स्तायो भक्षयितु समेति झगिति त्वामेष विद्वेषवान ॥९॥ રે રે સર્પ! ઘણે ગર્વ તું કરીશ નહીં. સ્ફર ફૂતકારથી જગતને કેમ બીવરાવે છે?
લાંબા વખત સુધી સુખની ઈચ્છા હોય તો તું કેઈ બિલમાં નિવાસ કર.
નહીં તે બળવાન પાંખના અતિશય સ્કુરતા પવનવડે પર્વતેને કંપાવનાર મહાન શત્રુ
આ ગરૂડ તારા ભક્ષણ માટે જલદી આવે છે.”
કલ્પાંતકાલના પવનથી સમુદ્રનું જેમ જલ તેમ તે કાવ્ય સાંભળવાથી સર્વ સભા ક્ષેભાયમાન થઈ ગઈ.
બંનેના રીન્યમાં પણ અહંકારી લોક સંગ્રામ કરવામાં ઉત્સાહ ધરાવતા પરસ્પર હસતા હતા અને સેગઠાબાજી વિગેરે કીડાઓ કરવા લાગ્યા.
કેટલાક સુભટો નાળીયેરીનાં ફલ ખાવા લાગ્યા. કેટલાક મદ્યપાન કરતા હતા. કેટલાક મોની માફક વળગતા હતા. કેટલાક કસરત કરતા હતાં. કેટલાક ઘોડા ખેલાવતા હતા. કેટલાક હાથી ફરાવતા હતા અને