________________
ચારભટકુમાર
૨૩૧ હે પ્રભુ ! આ ઉપાયથી જરૂર તું શત્રુઓને જીતી કન્યાની માફક જય લક્ષમીને હસ્ત ગોચર કરીશ.
એ પ્રમાણે ચારભટની યુકિત સહિત વાણી સાંભળી અરાજ ભૂપતિએ બહુ સારૂ, એમ કહી તેનાં બહુ વખાણ કર્યા. અણું રાજ ભૂપતિએ પોતાના હિતકારી અધિકારીઓને પુષ્કળ સુવર્ણ ધન આપી રાત્રીએ ચૌલુક્યના સામંત પાસે મેકલ્યા અને તેમણે કુમારપાળના સામંતને પુષ્કળ ધન આપી પોતાની તરફ ખેંચી લીધા.
અતિભથી ભેદાયેલા સામંતેએ તે આપ્ત પુરુષની માસ્કૃત અરાજને પિતાને અભિપ્રાય જણાવ્યું કે,
અમે બધાયે તમારા પક્ષમાં છીએ, તથાપિ યુદ્ધ સમયે તૈયાર થઈ પિતાના સૈન્યમાં અમે ઉભા રહીશું, પરંતુ તમારી સાથે યુદ્ધ કરીશું નહીં.
જે કે કુમારપાળરાજા બહુ બલવાન છે, છતાં પણ અમારી ઉપેક્ષાથી સિંહ જેમ હાથીને તેમ તું એને સુખેથી હરાવીશ.
શત્રુ રાજાના સામંતેનું મન તેવા પ્રકારનું જાણું અર્ણોરાજ મનમાં સમજી ગયે કે, હવે શત્રુને જીત મુશ્કેલ નથી.
એમ વિચારમાં ને વિચારમાં રાત્રી ચાલી ગઈ. પ્રભાતમાં સૂર્ય પૂર્વાચલ પર આરૂઢ થયા. તેમજ વીરપુરુષોના હૃદયમાં યુદ્ધને ઉત્સાહ થયે.
તે સમયે સરોવરમાં કમલે અને રણસંગ્રામમાં સુભટનાં મુખ પણ અસાધારણ શભા પાત્ર થયાં.
આકાશમાં અને બંને રૌજેમાં સ્કુરણયમાન વરિરૂપ અંધકારના સમૂહને તિરસ્કાર કરવાની ઈચ્છાથી શૂર (સુભટો સૂર્ય) ને પ્રકાશ જામી ગયે. ગુજરેશ્વર
શત્રુરાજાને મથન કરવાની ઈચ્છાથી ગૂર્જરેશ્વરે પિતાનું લશ્કર તૈયાર કર્યું. સૈનિકે બક્તર પહેરવા લાગ્યા. જેથી સર્વદિશાઓમાં