________________
૨૧૦
કુમારપાળ ચરિત્ર કેટલાક શત્રુના સુભટો નાશી ગયા, કેટલાક ત્રાસ પામ્યા, કેટલાક તેના બાણથી હતપ્રાય થઈ ગયા,
કેટલાક ચૂરેચૂરા થઈ ગયા અને કેટલાક ભાગી ગયા.
ઘરટ્ટ (ઘંટી)ની અંદર ચણાની માફક કુમારપાળના યુદ્ધમાં શત્રુઓની સ્થિતિ થઈ રહી.
ત્યારપછી જીર્ણપત્રની માફક વિખરાઈ ગયેલા પિતાના સૈન્યને જઈ ધાંધ બનેલો મૂળરાજ કુમારપાળના સામે લડાઈ કરવા એકદમ દોડ્યો.
શત્રુઓને ભેદવા માટે અનેક પ્રકારની બાવૃષ્ટિ ને મેધની માફક વિસ્તારના મૂળરાજ ભૂપતિએ આકાશમાં નિરાધાર બાણ મંડપ ર.
તેમજ બાણનું આકર્ષણ, સંધાન, મેચન અને ભેદન વિગેરે મૂળરાજની કિયાઓને દેવતાઓ પણ દેખી શકતા નથી.
વળી તે અર્જુનની માફક જલદી બાણ મારે છે કે, જેથી શત્રુઓનાં મન પણ ભેદાઈ ગયાં તે શરીરનું તે કહેવું જ શું?
હવે ચૌલુક્ય પણ પ્રતિવાદી દુર્વાદિના વચનેને જેમ પ્રતિવચને વડે જેમ શત્રુઓના બાણને પિતાના ભાણવડે છેદતે હતે.
એક બીજાના બાણના અગ્ર ભાગ પરસ્પર અથડાવાથી અનિના કણીયાએ ઉછળવા લાગ્યા. જેથી સૌનિકને બહુ ત્રાસ થવા લાગ્યા.
વળી શ્રી કુમારપાળરાજા મૂળરાજના બાણોના આવતાં જ છેદી નાખતા હતા. તે જોઈ મૂળરાજ એકદમ બહુ ક્રોધાતુર થઈ ગયે.
ત્યારપછી પિતાના અનિવાર્ય બાણ વડે ચાલુક્યનું ધનુષ તેણે ભાંગી નાખ્યું, તેજ વખતે ગુર્જર ગર્જના કરતા શત્રુના ધનુષને તેની આશા સાથે દર્ભની માફક તેડી નાખ્યું.
તરતજ શત્રુએ બીજું ધનુષ લીધું અને જેટલામાં બાણ નાખે છે, તેટલામાં સુરપ્ર (ચંદ્રાકૃતિ) બાણ વડે તે ધનુકૂને પણ કાપી નાખ્યું.
એ પ્રમાણે વારંવાર પોતાના ધનુષને છેદ થવાથી મૂળરાજ બહુ ગભરાયા અને લજજાને લીધે નીચું મુખ કરી કુમારપાળરાજા પ્રત્યે બે...