________________
૨૦૮
કુમાપાળ ચરિત્ર કાંઠાને ભેદનાર જળવાળા સમુદ્રને હાથ વડે કાણું તરી શકે?
અનિવાર્ય પિતાના પરાક્રમ વડે મેં દરેક શત્રુઓને વશ કર્યા છે તે હવે કઈ પણ એ બલિષ્ટરાજા નથી કે જે મારી સાથે યુદ્ધ કરી શકે!
તારે સ્વામી મારી સાથે યુદ્ધ કરે, તેવી આશા તે શા માટે કરે છે? કારણ કે ઈંદ્ર પણ વાંકી દષ્ટિવડે મને જેવાને સમર્થ નથી ! માટે હે દૂત! તારા સ્વામીને જઈને તું કહે કે મૃત્યુરૂપ દંડ હું તને આપીશ, પણ લક્ષમીમય દંડ આપીશ નહીં
એ પ્રમાણે દૂતને કહી સભામાંથી તને વિદાય કર્યો અને મૂળરાજ પિતે તે જ વખતે યુદ્ધકીડા માટે તૈયાર થયે.
સૈનિક સાથે પિતે નગરમાંથી બહાર નીકળે અને શત્રુની સામે ગયે. કારણ કે ગંધહસ્તિ સમાન તેજસ્વી પુરુષે અન્યને સહન કરતા નથી.
મહાન તેજસ્વી જે સુભટોના હાથમાં ધનુષદંડ રહેલા છે. કટી ભાગમાં બાણના ભાથાઓ લટકે છે. શરીરે બતર પહેરેલાં છે. બહુ રોષથી જેમનાં મુખ લાલ થઈ ગયા છે,
નેત્રોને દેખાવ બહુ જ ભયંકર લાગે છે, એવા તે સુભટો સાક્ષાત રૂદ્રરસના અધ્યક્ષ હેયને શું?
વળી યુગાંત કાળમાં ખળભળેલા સમુદ્રના સર્વત્ર ઉછળતા તરંગ હોયને શું ? તેવા શત્રુઓના સુભટો ગુર્જરેશ્વરના સુભટના જોવામાં
આવ્યા,
પછી તે બંને સૈન્યના સુભટોએ પરસ્પર યુદ્ધને પ્રારંભ કર્યો. ત્યારે ઘડા, હાથી અને સુભટના શબ્દોને લીધે મહાન કલાહલ થયે.
રણસંગ્રામમાં રસિક એવા મૂળરાજના સુભટો કુમારપાળના રોનિકેને મારવા માટે તૂટી પડયા. તેમજ ધનુષ, ધારણ કરવામાં પ્રચંડ ભુજબળવાળી,