________________
સુરિસમાગમ
૨૧૩ તે સમયે અનેક પ્રકારના સુંદર અલંકારને ધારણ કરતી, પ્રૌઢ વિલાસને પ્રસિદ્ધ કરતી, શોભાવડે પુરુષ રાજ્યમાં પણ સ્ત્રી રાજ્યને બતાવતી હોય ને શું?
વળી વાગેરૂપ માંત્રિક વિનિના હકારાઓ વડે ખેંચાઈ હેય ને શું ?
તેમ તે નગરની પ્રમદા રાજદર્શનની ઈચ્છાથી દડતી હતી.
તેમાં કેટલીક સ્ત્રીએ જોવાના હર્ષથી અધું ભેજન કરી ઉઠી ગયેલી.
કેટલીક સ્ત્રીઓએ રેતાં બાલકને છેડી દીધાં. કેટલીક સ્ત્રીઓ અર્ધા વસ્ત્ર આભૂષણ પહેરીને રાજમાર્ગમાં આવી ઉભી કેટલીક સ્ત્રીએ ઝરૂખાઓમાં બેસીને જેવા લાગી. કેટલીક ઘેરી રસ્તાઓમાં ચાલી ગઈ. કેટલીક વરંડાઓ ઉપર ચઢી ગઈ.
એ પ્રમાણે પરાંગનાઓ રાજદર્શનમાં બહુ ઉત્સુકતા ધારણ કરવા લાગી.
તેમજ તે સમયે અગાશીઓ પર અને ગવાક્ષમાં બેઠેલી સ્ત્રીઓનાં કંઠસુધી દેખાતાં મુખવડે ખરેખર સેંકડો ચંદ્રવાળું આકાશ દેખાવા લાગ્યું.
કેટલીક સ્ત્રીએ અંજલિવડે સમુદ્રનું પાન કરનાર અગસ્તમુનિને જીતવાની ઈચ્છાવડે શ્રી કુમારપાલરાજાના લાવણ્યરૂપ સમુદ્રને દષ્ટિના પ્રાંત ભાગવડે પાન કરતી હતી.
કેટલીક સ્ત્રીઓ રાજપ્રવેશના મહત્સવને ઉચિત-ધાણીને ફેંકતી હોય તેમ પ્રેમરસવડે ઉજજવલ એવા કટાક્ષને નરેંદ્ર પર ફેંકતી હતી.
જેને યશ આ દુનિયામાં પણ નથી માટે તે રાજા સ્ત્રીઓના સૂક્ષમ એવા પણ હૃદયની અંદર સમાઈ ગયે એ મોટું આશ્ચર્ય છે.
પ્રૌઢ નેત્રરૂપ અંજલિએવડે નરેંદ્રના સૌંદર્યરૂપ અમૃતનું વારંવાર પાન કરતી નગરની સ્ત્રીઓની સુધા શાંત થઈ ગઈ.