________________
અણે રાજનૃપતિ
૨૧૫ એ પ્રમાણે ગુરુમહારાજના મુખથી પ્રશંસા સાંભળી ભુપતિએ પિતાની સાથે આવેલા સામંતરાજાઓને વિદાય કર્યા અને પિતે ઇંદ્રની માફક સર્વાગ સુંદર રાજલક્ષમીને ભેગવવા લાગ્યા.
મિત્ર સમાન પરિણામે હિતકારી એવા ધર્મ, અર્થ, કામ અને મેક્ષ એ ચારે પુરુષાર્થોમાં એગ્ય રીતે પ્રવૃત્તિ કરવા લાગ્યો. અને કેઈનું પણ અપમાન કરતે નહીં.
તેમજ શ્રી હેમચંદ્રસૂરિના સમાગમથી પાણીના સિંચનથી જેમ અંકુર તેમ તે નરેદ્રના હૃદયમાં દિવસે દિવસે ધર્મરંગ વધવા લાગે.
સામર્થ્ય શક્તિરૂપ જલપ્રવાહ વડે ભુપતિએ તેવી રીતે ન્યાય વૃક્ષને સિં કે, જે ન્યાયતરુ અનેક સંપદાઓ વડે અતિશય ફળવા લાગ્યા.
તેમજ તે નરેંદ્રના રાજ્યમાં ચાર લોકો પરધનથી વ્યાવૃત્ત થઈ શ્રેષ્ઠ વૃત્તિવાળા થયા અને સાધુ પુરુષે સુખમ આરાની માફક અતિશય સાધુવૃત્તિને અનુસરવા લાગ્યા.
અન્યાયી લેકેને નિગ્રહ કરવામાં તત્પર થયેલા શ્રી કુમારપાળરાજાને જોઈ અન્યાય પોતાના સ્થાનને નાશ થવાથી જેમ ખરેખર નાશી ગયો.
તેમજ કલ્પદ્રુમની માફક તે ભુપતિની પ્રસન્નતાથી સર્વ સંપત્તિ મય લોકમાં રહેવાની જગે નહીં મળવાથી જેમ દારિદ્ર કઈ પણ સ્થળે ચાલ્યું ગયું. અર્ણોરાજનૃપતિ.
શાકંભરી નામે નગરીમાં શત્રુઓને દુર્જય અને શ્રીકુમારપાળરાજાને બનેવી અર્ણોરાજનામે પતિ રાજ્ય કરે છે.
તેની સ્ત્રી દેવલદેવી શ્રી કુમારપાળની બહેન હતી. ઇંદ્રાણી સાથે ઇંદ્રની જેમ તેણીની સાથે અર્ણોરાજ અતિ મનોહર ભેગ ભગવે છે.
એક દિવસ તે બંને સ્ત્રી પુરુષે પરસ્પર બહુ પ્રીતિથી જોડાઈને રતિ અને કામદેવની માફક બહુ પ્રેમપૂર્વક સોગઠાબાજી રમવાને પ્રારંભ કર્યો.