________________
૨૨૪
કુમારપાળ ચરિત્ર કુલવાન પુરુષને પિતાના સ્વામીને ત્યાગ કરે, તે પણ ઉચિત નથી, તે તેને મારી શકાય કેવી રીતે?
અહે ! મૂર્ખતાને પ્રકાશ કે હેય છે? અથવા ઈંદ્ર સમાન પરાક્રમી આ રાજાને કેવી રીતે માર?
વળી અન્ય કઈ પણ રાજા મારી શકાતું નથી અને આ રાજા, તે રૌન્ય સાથે આવે છે, માટે જે તમે પિતાના કુલનું કલ્યાણ ઈચ્છતા હોવ તે પિતાના દ્રોહની માફક સ્વામી દ્રોહ કરશે નહીં. વિક્રમસિંહનું પરાક્રમ
શત્રુઓને પરાજય કરનાર વિક્રમસિંહરાજા પોતાના સામતિએ કહેલાં વચન સાંભળી કોપાયમાન થયો અને તે બોલ્યો.
તમે મરણને ભયથી દુષિત રાજાની પણ સ્તુતિ કરે છે. ભયને વશ થયેલા તમારા ભુજ સ્તંભને પણ ધિક્કાર છે.
મહાન તેજસ્વી હું વિદ્યમાન છું. તમારે મરણની ભીતિ બીલકુલ રાખવી નહીં. ગજેની હાજરીમાં નાના હાથીઓને પરાજય થાય ખરો ?
કપટકલાથી આ રાજાને હું સુખેથી મારી નાખીશ. જ્યાં આગળ બળ નિષ્ફળ થાય ત્યાં કપટને ઉપયોગ કરાય છે,
પિતાના પરાક્રમથી અધિક પરાક્રમી સિંહાદિક પણ કપટથી હણાય છે; એની તે ગણતરી શી છે? કારણ કે જેની અંદર તૃણ સમાન પણ સાર નથી,
મારા મકાનની અંદર અગ્નિના યંત્રવાળું એક ઘર તમે બનાવે. પછી તે ચૌલુક્યને અહીં બોલાવીને જમવા માટે તેમાં બેસારીશું.
ત્યારપછી નીચેથી અગ્નિ સળગાવીશું. જેથી તે ઘર એકદમ સળગી ઉઠશે. એટલે તે રાજા કાષ્ટની જેમ બળી જશે.
આ ઉપાયથી તેને નાશ કરી આપણા સ્વાધીન રહેનાર બીજા કઈ ચૌલુક્યવંશના ક્ષત્રિયને રાજ્ય ગાદીએ બેસારીને આપણે અદ્ભુત સુખ ભોગવીશું.