________________
વિકમસિંહપરાક્રમ
૨૨૫ એ પ્રમાણે વિક્રમસિંહરાજાએ કહેલું વચન પથ્ય ન હતું છતાં પણ તે પિતાના સ્વામીને હુકમ પગની માફક સર્વ સામંતોએ માને કર્યો અને તેઓએ પોતાના હૃદયમાં વિચાર કર્યો કે,
આ રાજા પિતાનું મકાન બળવે છે, તે ભાવિ વિપત્તિને સૂચવે છે. પરંતુ ભવિતવ્યતાને કઈ સમયે નાશ થતો નથી. એમ વિચાર કરી તેઓએ અગ્નિ યંત્રની ગોઠવણને જલદી પ્રારંભ કર્યો. - શ્રીવિક્રમસિંહ રાજાના મહેલની અંદર એકાંત સ્થલમાં નીચે અગ્નિ યંત્ર ગોઠ, જેની અંદર બળતે અગ્નિ સંપૂર્ણ ભરેલ છે.
જેને ઉપરને ભાગ તેલથી ખરડેલાં કાટવડે બનાવેલ છે. તિલ, સર્ષવ અને લાક્ષાદિક ગુપ્ત દ્રવ્યો જેની અંદર પૂરેલાં છે,
જે યંત્રગૃહ આકાશની માફક ચંદ્રોદય-ચંદ્રને ઉદય ચંદ્રવાઓથી સુશોભિત,
તેમજ તારારૂપી મૌતિક માલાઓ વડે વિભૂષિત, ઉદ્યાનની માફક ઉત્તમ છાયા અને સુગંધમય પુ જેની અંદર ખીલી રહ્યાં છે.
સુવાસિત પદાર્થોથી ભરેલી દુકાનની જેમ ફાર સુગંધિત વૈભથી અલંકૃત અને વિમાનની માફક તેજસ્વી એક પ્રાસાદ પિતાના આપ્ત પુરુષોએ બંધાવ્યું. શ્રીકુમારપાલ નિમંત્રણ | વિક્રમસિંહરાજા અગ્નિયંત્ર સહિત બંધાવેલું ઘર જોઈ બહુ ખુશી થયે અને કૃતાર્થની માફક પોતે કુમારપાલ રાજાને નિમંત્રણ કરવા ગયે.
વિનયપૂર્વક તેણે પ્રાર્થના કરી કહ્યું, હે ભૂપાલ! મારા પ્રાચીન પુણ્યના પ્રભાવથી દેવેંદ્રની માફક આપ પિતે અહિં પધાર્યા છે.
આજે આપ જે મારા ઘેર ભેજન કરવા પધારે તે હું મારા આત્માને પુણયશાલી લેકેમાં મુખ્ય માનું.
મરૂદેશને વિશ્વાસ કરે નહીં.” એ પ્રમાણે લોકકિતને જાણતા કુમારપાલરાજાએ તેના આગ્રહને ભંગ કરી પિતાના પરિવારને તેના ત્યાં જમવા માટે મેક. ૧૫