________________
ચરપ્રેષણ
૨૧૯ એ પ્રમાણે કૃત્રિમ ક્રોધના આવેશમાં આવેલા મંત્રીને વચન રસથી હૃદયમાં અત્યંત ભેદાયેલી હેય ને શું? તેમ પ્રસન્ન થયેલા તે દાસી બેલી.
હે સ્વામિન! આપની ઉપર નિસ્નેહ નથી, તમારાથી બીજે કોઈ મને પ્રિય નથી, પરંતુ દાસત્વથી પ્રાપ્ત થયેલું પરવશપણું અહીં કેવલ અપરાધી છે.
અહે ! સેવક જનોનું કેઈપણ અલોકિક ચાતુર્ય મને ભાસે છે. કારણ કે તેઓ પરાધીનતારૂપ નરકાવાસમાંથી સુખની ઈચ્છા કરે છે. પરંતુ આજે મારા વિલંબનું કારણ તું સાંભળ. જેથી તારે ક્રોધ પાણીથી અગ્નિની માફક જલદી શાંત થાય.
હાલ હું સ્તંભની છાયામાં ઉભી હતી, ત્યારે વ્યાકુલ થયેલા અરાજ ભૂપતિએ વ્યાધ્રરાજ નામે ભટ્ટને બોલાવી એકાંતમાં સ્પષ્ટ રીતે કહ્યું.
મારી સ્ત્રી હાસ્યથી ક્રાધાતુર છે અને વૈરિણીની માફક સ્વેચ્છા ચારિણી બનીને પિતાને બધું ચૌલુકયની પાસે મારું વિરૂદ્ધ કરવા માટે ગયેલી છે. માટે તેને મોકલેલે તે કુમારપાલ દાવાનલની માફક અહીં ન આવે તેટલામાં તું ત્યાં જઈને તેને મારી નાખ. | તારા વિના બીજે કોઈ પણ એને મારવાને સમર્થ નથી, કારણ કે મૃગેંદ્ર જ આવ્યાકુલપણે ગજેને મારી શકે છે.
આ બાબતમાં હું તને ત્રણ લાખ સોનૈયા ઈનામ આપીશ.
એ પ્રમાણે અર્ણોરાજનું વચન સાંભળી ભટ્ટ બો. જરૂર હું તેને મારીશ.
તે સાંભળી રાજા બહુ ખુશી થયો અને તે જ વખતે મેરૂ શિખરની માફક તેટલા સોનૈયા મંગાવી તેને આપ્યા.
રાજાએ ફરીથી તેને પૂછ્યું. તું એને કેવી રીતે મારીશ?
સ્વર્ણ દાનથી પ્રસન્ન થયેલ ભટ્ટ બ. કુમારપાલરાજા સેમવારના દિવસે નક્કી કર્ણમેરૂ દેવાલયમાં શંકરના દર્શન માટે જાય