________________
૨૦૬.
કુમાપાળ ચરિત્ર તિર્યક-વક્રાંતથી પ્રહાર કર્યા છે હાથીએ જેને વિષે એવી તે સિંધુ નદીના કિનારેથી પાછા ફરીને ગૂર્જરેશ્વરે મુલતાન દેશના અધિપતિ મૂલરાજ પ્રત્યે લડાઈની તૈયારી કરી અને તે રાજહસ્તીએ તેને દેશને પદ્મ ખંડની માફક છિન્નભિન્ન કરી નાખ્યો.
ત્યારપછી પિતાના હિતકારી અને હોંશિયાર એક દૂતને મૂળરાજ પ્રત્યે તેજ વખતે તેણે મેકલ્ય.
યમરાજાની રાજધાની સમાન ભયંકર મૂળરાજની સભામાં જઈને વાકપ્રપંચમાં પ્રવીણ તે દૂત તેને કહેવા લાગે ;दीपः सर्गावशेषः स्फुरदरुणमणीदीप्तिराभासलेशः,
पर्यायः सप्तजिह्वः प्रतिकृतिरूचिरज्योतिरौर्वो विवत्तः । पाखण्ड चण्डरश्मिः स्मरहरनयनादचिरुच्चै रहस्य,
राजन्नाभाति सद्यः कषितरिपुततेर्यत्प्रतापस्य पश्य ।।१।। જે રાજાએ સર્વ શત્રુઓને કષી નાખ્યા છે એવા જેના પ્રતાપની આગળ પ્રદીપ બુઝાઈ ગયેલું દેખાય છે.
સ્કુરણયમાન પદ્મરાગામણની કાંતિ આભાસ માત્ર શેભે છે. અગ્નિ નામમાત્ર ભજે છે, ચંદ્ર નિસ્તેજ પ્રતિમાને ધારણ કરે છે, વાડવાનલ સત્વહીન થઈ રહ્યો છે,
સૂર્ય પાખંડમય દેખાય છે, એટલું જ નહીં પણ હે રાજન! તે વિચાર કર, જેનું પરાક્રમ જોઈ તત્કાળ શંકરના નેત્રને અગ્નિ પણ શાંતિમય શોભે છે.”
તેમજ સર્વ શત્રુઓ જેને સાક્ષાત્ જોતા હોય તેમ પોતાના સ્થાનમાં પણ કઈ દિવસ નિદ્રા લેતા નથી અને હંમેશાં ભીતિવડે જાગ્રત રહે છે.
વળી મહા બલવાન જે રાજા દિpયાત્રાએ નીકળે છતે કાશ્મીર દેશને રાજા બહ શેકમાં પડયો છે.
વિદેહભૂપતિ પિતાના હૃદયમાં આનંદ માનતા નથી.
કલિંગદેશને અધિપતિ પણ પિતાનું સ્થાન ત્યજી ગયું છે અને યુદ્ધને ઈચ્છતે નથી.