________________
૨૦૩
રાજસેવા
પછી ત્યાંથી લહમીવડે સ્વર્ગ સમાન અવંતી દેશમાં ગયે. તેના અધિપતિ સાથે કુમારપાલભૂપતિએ યુદ્ધ કર્યું.
માલવદેશના રાજાએ જાણ્યું કે, ગુર્જરેશ્વરોએ મારા પૂર્વજોને પ્રથમ હરાવેલા છે, એમ વિચાર કરી તે પણ શ્રીકુમારપાલભૂપાલની સેવામાં હાજર થયે. કારણકે બલવાનની આગળ નમવું એજ નીતિ છે.
ત્યાંથી નીકળી નવીન ગ્રીષ્મકાળના સૂર્ય સમાન શરૂ૫ કાદવને શેષણ કરતા ભૂપતિ સૈનિકે સાથે નર્મદા નદી પર ગયે.
બુ, જાંબુ, કદંબ, બીર અને આમ્રાદિક વૃક્ષેથી સુશોભિત, માલતી, મલ્લિકા, મોગરા અને પાટલના સુંગધિત પુષ્પવડે વ્યાપ્ત તેમજ પવનથી ઉછળતા જલબિંદુએથી શીતળ ભૂમિવાળા નર્મદાના કાંઠે રહેલા વનમાં સૈન્યનો પડાવ કર્યો.
માર્ગના શ્રમથી પીડાયેલા કેટલાક રોનિક વૃક્ષ નીચે રહ્યા, કેટલાક સુંદર રેતીથી સુખમય તટપર ઉતર્યા,
કેટલાક દુર્વાવનમાં રહ્યા. એમ પિતાપિતાની ઇચ્છા મુજબ સર્વ રૌનિકેએ નિવાસ કર્યો.
તેમજ બહુ સુખદાયક પિતાની જનની સમાન તે નર્મદા નદીને જોઈ હાથીએ પ્રથમ તેના જલનું પાન કરી પુષ્ટ થયા અને બહુ આનંદ માનવા લાગ્યા.
વનચારી હાથીઓના અવલોકનથી પ્રવૃત થયેલા, મદવારિથી વૃદ્ધિ પામેલા નર્મદાના જલમાં ગજેદ્રોએ ઘણે સમયે કીડાવડે વ્યતીત કર્યો.
ચૂર્ણ કરેલા કપૂરના સમૂલવડે યુક્ત હોય તેવા સુંદર રેતીવાળા નદીના કિનારા પર સ્વારે પોતપોતાના ઘોડાઓને શ્રમ દૂર કરાવવા માટે ફેરવવા લાગ્યા. પછી રીન્યના સર્વ અધોએ જલની અંદર ઉતરી સ્નાન કર્યું.
તત્કાલ સમુદ્રમાંથી નીકળેલા સૂર્યના અશ્વ સમાન સંખ્યાબંધ તેઓ દીપવા લાગ્યા.
તે નદીને કીનારો આંબા વિગેરે વૃક્ષોનાં પકવફથી બહુ રમણીય હતે, છતાં પણ ઊંટને સમૂહ ખીજડાઓના વનમાં આનંદ માનવા લાગે.