________________
દિગ્વિજય
૨૦૧ તે સમયે સાતે રાજ્યાંગની લક્ષમી સમાન પિતાના ગોત્રની વૃદ્ધસ્ત્રીઓએ મંગલ ક્રિયા કરી. સાક્ષાત જયની મૂર્તિ સમાન પ્રૌઢ હાથી ઉપર શ્રીમાન કુમારપાલ મહીપાલ આરૂઢ થયા.
જેમના મસ્તકપર એકત્ર થયેલું યશ હોયને શું ? તેમ અતિ ઉજવલ છત્ર શોભતું હતું.
આગળ બંદીઘું બિરૂદાવલી બેલતા હતા. જેથી કીર્તિરૂપ કલેલની કીડાઓ વડે દિગૂરક વાચાલિત થઈ ગયું.
તેમજ સ્વભૂષણેના મિષથી ચારે બાજુએ મૂર્તિમાન હેયને શું ? તેવી કાંતિના સમૂહવડે આક્રાંત થયેલા સામંત જને તેમની પાછળ નીકળ્યા.
પલાણ રૂપી પાંખે અને મદરૂપી ઝરણાઓને ધારણ કરતા જંગમ પર્વતે હેાયને શું ? તેમ તે સેનાની અંદર ગજેદ્ર દીપતા હતા.
અન્યરૂપ ધારણ કરી આવેલા તાર્ય–ગરૂડ, કિવા દૃષ્ટિગોચર થયેલા પવન હેય તેમ અંચલ ગતિવાળા ઘડાએ ચાલતા હતા.
સેનાના વજદંડેની પ્રચંડ કાંતિરૂપ વિજ્યના ચમકારા સહિત અને નભેમાગને સ્પર્શ કરતું રથરૂપી મેઘમંડલ ચાલતું હતું.
તેમજ અનેક રૂપને પ્રાપ્ત થયેલા મૂર્તિમાન વીરરસ સમાન, હાથમાં આગ લતાઓને કંપાવતા પદાતિ-પગ પાળાઓ અપૂર્વ ઉત્સાહથી નીકળ્યા.
યુદ્ધની શ્રદ્ધાવડે યોદ્ધાઓ, પરાધીનતાવડે સેવકલ કે, જેવાની ઈચ્છાવડે રસિક લેકે,
લુંટવાની ઇચ્છાવડે ચાર લોકો, કામ કરવાની ઈચ્છાથી ચાકર લોકે, દ્રવ્યાદિકની ઈરછાવડે બ્રાહ્મણ વર્ગ અને
વેપારની ઈચ્છાથી વણિક લોકો સૈન્યની સાથે નીકળ્યા.
નરેંદ્રના પ્રયાણ કાલમાં અતિશય ગર્જના કરતા અનેક વાઈના નાદવડે તથા સૌ ના સંચારવડે શત્રુ રાજાઓ અને પર્વતે બંને કંપવા લાગ્યા.