________________
૦૦
કુમારપાળ ચરિત્ર સાતમામાં હાથી, ઘોડા અને ધનુષબાણ વિગેરેની રચના, તેમજ આઠમા ભાગમાં સેનાપતિ સાથે વિજયને વિચાર, એમ દિવસના આઠે ભાગમાં કાર્યક્રમ રાખેલે હતે.
તેવી જ રીતે રાત્રીએ પણ પ્રથમ ભાગમાં એકાંતમાં બેસી આત પુરુષની વાણીને વિચાર તથા શ્રવણું.
બીજા ભાગમાં આનંદજનક શાસ્ત્રાર્થનું મરણ ત્રીજા ભાગમાં વાજિંત્રના નાદપૂર્વક શયન, ચેથા અને પાંચમાં એ બંને ભાગમાં નિદ્રા.
છઠ્ઠામાં માંગલિક વાદ્યના નાદવડે જાગ્રત થઈ સમગ્ર કર્તવ્યને વિચાર.
સાતમામાં મંત્રીઓની સાથે ગુપ્ત વિચાર અને આઠમા ભાગમાં વિપ્રેના આશીર્વાદ તેમજ વૈદ્ય વિગેરેનું દર્શન, એ પ્રમાણે રાત્રિ તથા દિવસ જેના સદેદિત કર્તવ્ય પરાયણ જ વ્યતીત થયા હતા.
વળી રાજનીતિમાં કહ્યા પ્રમાણે યશની વૃદ્ધિ કરનાર સ્થિતિને સાવધાનપણે હમેશાં આશ્ચર્ય કરતાં શ્રી કુમારપાળભૂપતિ પિતાના ઘરની માફક પૃથ્વીમંડળનું પાલન કરતે હતે. દિગ્વિજય
શ્રીમાન કુમારપાલરાજાને દિગ્વિજયની ઈચ્છા થઈ.
સંધિ, વિગ્રહ, યાન, પ્રયાણ કર્યા પછી પોતાના સ્થાનમાં રહેવું, અન્ય લોકેને આશ્રય લે, એ છ ગુણ-ઉપાયેના પિતે જાણકાર હતા તેમજ પ્રભુ, મંત્ર અને ઉત્સાહ એ ત્રણ શક્તિ તથા સિદ્ધિ અને ઉદય એ સર્વે જેને સિદ્ધ હતાં.
વળી નીતિ શાસ્ત્રનું રહસ્ય માત્ર એટલું જ છે કે,
પિતાના અને શત્રુના બેલની તપાસ કરી રાજાએ શત્રુઓ સાથે વિજયની ઈચ્છા કરવી.
આ સર્વ પ્રકારની આબાદી જોઈ ભૂપતિએ મંત્રી, સામંતે સાથે વિચાર કદી ઉત્તમ પ્રકારના મુહુર્તમાં દિવિજય માટે પ્રયાણ કર્યું.