________________
૧૭૫
પ્રતાપસિંહ રાજા
આ મસ્તકવાર્તાની પ્રસિદ્ધિ માટે ભૂપતિએ આ ચૈત્ય બંધાવ્યું છે. અને એની અંદર પાષાણનું મસ્તક બનાવરાવીને સ્થાપન કર્યું છે, તેથી સર્વ લેકો એની પૂજા કરે છે, કારણકે રાજઆજ્ઞા બહુ બળવાન હોય છે.
આ પ્રમાણે તે મસ્તકની વાત સાંભળી કુમારપાલનું હૃદય આશ્ચર્યથી ભરાઈ ગયું. પછી તે વનની અંદર કેસરીસિંહની જેમ કાંચીપુરીમાં ગયે.
ત્યાં અનેક પ્રકારના કૌતુક જેવાથી આનંદને આધીન થયેલા કુમારપાલે રાજાની માફક સ્વસ્થ ચિત્ત કેટલાક સમય વ્યતીત કર્યો. પ્રતાપસિંહ રાજા
ધર્મશ્રદ્ધાલુ અને નિર્દોષ ભક્તિમાન કુમારપાલ ત્યાંથી પ્રયાણ કરી આગળ ચાલે. નિરંતર પ્રયાણવડે તે મલ્લિનાથ દેશના આભૂષણું સમાન કલંબ નગરમાં ગયો.
અરણ્યમાં પ્રયાણ કરવાથી બહુ શ્રમને લીધે સુંદર છાયાવાળા વૃક્ષાથી વિભૂષિત એક સરેવરના કાંઠા પર મજેદ્રની માફક તે વિશ્રાંતિ લેવા બેઠે.
મયુરોના કલાપને તાંડવ કરાવતે, વારંવાર જલબિન્દુઓનું પ્રેષણ-સિંચન કરે અને કુમારપાલના સુગંધમય અતિથ્યને વિસ્તારતે.
સરોવરને વાયુ આચારના જાણકારની માફક આચરણ કરવા લાગ્યો.
તેજ રાત્રીએ પ્રતાપસિંહ નામે કોલંબરાજાને સોમેશ્વરનામે દેવે વનમાં કહ્યું.
પ્રભાતકાલમાં અહીં તારા ઉપવનમાં કુમારપાલ આવશે. અને પરાક્રમના આશ્રય સમાન તે ગુજરદેશનો રાજા થવાને છે. માટે તારે તેના સામું જવું અને વિનયપૂર્વક પ્રવેશ મહોત્સવ કરી એની બહુ ભક્તિ કરવી.
પ્રભાતમાં ચક્રવર્તીની માફક બહુ સૈનિકે લઈ પ્રતાપસિંહરાજા તેની સન્મુખ ગ અને સરોવરના કિનારે બેઠેલા કુમારપાલને તેણે જે