________________
૧૮૦
કુમારપાળ ચરિત્ર તે સમયે અગ્નિ સાતછઠ્ઠાથી પ્રસિદ્ધ છે, છતાં પણ સેંકડે જવાલારૂપ છહાઓથી વ્યાકુલ થઈ ભૂતાનંદને ભક્ષણ કરવામાં ઉત્સુક થયું હોય તેમ બહુ જવાલાઓ ફેંકવા લાગે.
પછી તે યોગીએ રકત ચંદન, પુષ્પ અને અક્ષતાદિ વડે તે મંડલની પૂજા કરી. ધ્યાનમાં એકતાન થઈ મંત્ર મરણને પ્રારંભ કર્યો. રાજા પણ હાથમાં તરવાર લઈ મૂર્તિમાન પરાક્રમ હેય ને શું ?તેમ નિર્ભયચિત્તે યોગીની રક્ષા કરવા તૈયાર થઈ ઉભે રહ્યો.
તેની પાછળ મહાન બુદ્ધિમાન તેને મંત્રી પણ ગુપ્તપણે ઉભે. રહ્યો અને તે દુષ્ટ લેગીનું કર્તવ્ય જેવા લા.
ગીએ પ્રથમ મંત્ર જાપ કર્યો. પછી વિધિ પ્રમાણે અગ્નિકુંડમાં હોમ કર્યો. ત્યારબાદ તેણે અગ્નિકુંડની ત્રણ પ્રદક્ષિણાઓ કરી.
પછી તે અગ્નિકુંડમાં ફેંકવાની ઈચ્છાથી દુષ્ટોગીએ રાજાને કહ્યું. હે નરેંદ્ર! તું પણ આ અગ્નિકુંડની ત્રણ પ્રદક્ષિણાઓ કર, જેથી મારી માફક કેઈક સિદ્ધિ તારા પણ હાથમાં આવે અને સારા ઉદ્યમની માફક તારો આ પ્રયાસ પણ સફલ થાય.
એ પ્રમાણે તેના વચનથી શત્રુ સમાન તેની દુષ્ટતા જાણી અને મંત્રીની હિતશિક્ષા સમરણ કરી રાજાએ કહ્યું.
હે યેગી ! આ સિદ્ધિ માત્ર તને જ પ્રાપ્ત થાય એટલે બસ છે, મારે એનું કંઈ પણ પ્રજન નથી. તારે મને રથ સિદ્ધ થવાથી મારો પ્રયાસ હું સફલ માનું છું.
તે સાંભળી ભેગીનાં નેત્ર લાલ થઈ ગયાં અને તે રોષથી બોલ્ય.
અરે અધમ ! મારું વચન કેમ માનતે નથી? હાલ જ તને યમ રાજાની અતિથિ કરૂં છું.
એ પ્રમાણે બેલતા તે ગીને જ સુમતિ મંત્રીએ કાષ્ટના ટુકડાની માફક ઉપાડીને અગ્નિકુંડમાં ફેંકી દીધે.
તેમાં પડે કે તરત જ તે બળીને ભસ્મ થઈ ગયો અને એકદમ તે સુવર્ણ પુરુષ થઈ ગયે.
અહો ! મંત્રને મહિમા બહુ અદ્દભુત હોય છે.