________________
૧૮૮
કુમારપાળ ચરિત્ર -ઉંચા શ્વાસે સિંહ સમાન ઉદ્ધત પ્રકૃતિ વડે સિંહાસન ઉપર બેસી અ.
ઉત્તમ પ્રકારની તેની ચેષ્ટા જઈ કૃષ્ણદેવ વિગેરે અધિકારીઓ પ્રસન્ન થયા અને તેઓ બોલ્યા કે, ખરેખર રાજ્યને લાયક આ કુમારપાલ મહીપાલ છે.
કૃષ્ણદેવ વિગેરે સામત અને મંત્રીઓ રાજ્યાભિષેકને માટે એકત્ર થયા. રાજ્યાભિષેક
વિક્રમ સંવત્ ૧૧૯ના માર્ગશીર્ષ વદી ૪ રવિવાર પુષ્યનક્ષત્રને ચંદ્ર, સૂર્યાદિ સર્વ ગ્રહોના બલ સહિત મીન લગ્ન વિગેરે શુભ સમયે
બ્રહ્મ સમાન વેદપારગ પુરોહિતને બોલાવી ચક્રવર્તીની માફક કુમારપાલને રાજ્યાભિષેક કર્યો.
ત્યારબાદ પ્રેમલદેવી વગેરે અતિભાગ્યવતી બહેને એ મૂર્તિમાન જયની માફક બહુ ઉત્કટ તેની મંગલકિયા કરી.
સામંત રાજાઓ હજારે હાથી વિગેરે ભેટણ લઈ ત્યાં આવ્યા અને તેઓ બહુ હર્ષથી નવીન ચંદ્રની માફક તેને નમવા લાગ્યા.
તે સમયે વૈતાલિક લેક બિરદાવલી બોલવા લાગ્યા, ગાંધર્વ લેકે ગાયન કરવા લાગ્યા.
નર્તકીએ નાય કરવા લાગી. એમ અનેક પ્રકારના ઉમંગથી મહાન ઉત્સવ જાઓ.
આ પાંચમે લેકપાલ નવીન પ્રગટ થયે, એ પ્રમાણે માંગલિક વાજી દિશાઓના અધિપતિઓને જણાવતા હોય છે શું? તેમ પિતાના ઉદ્યમથી વિરમતાં નહોતાં.
કુંકુમના પાણીથી રંગાયેલી નગરની સર્વ માર્ગ ભૂમિએ સુંદર અને નવીન વામીને પામી સ્પષ્ટ રાગવાળી હોય તેમ દીપતી હતી.
તેમજ રાજ માર્ગોમાં એટલા બધા પુષ્પોના ઢગ થયેલા હતા.