________________
૧૯૦
કુમારપાળ ચરિત્ર રાજાની નીતિ કઈ વિચિત્ર છે. રાજ્ય ધુરંધર આપણે છીએ છતાં આપણે ત્યાગ કરી એણે નવીન અમાત્યને અગ્રણી કર્યા. અથવા
આ જાલ્મ-કુરતાને એક શિરોમણિ રાજ્યતંત્રમાં શું સમજે ? કારણ કે “દુધ અને પાણીના વિવેકમાં બગલાની હેંશિયારી ન જ હેય.” વળી સ્વામીને અનુસરીને ભૂલ્યવર્ગ પણ આચરણ કરે છે. કારણકે મૂખના શિરેમણિ આ રાજાએ પોતે મંત્રીઓ પણ મૂર્ણ શોધી કાઢયા છે.
જડ પુરુષ અભ્યદય પામીને ઉજવલ ગુણેને વમી દે છે. ઉદ્ધત બનેલી સમુદ્રની ભરતી શું રત્નને બહાર નથી ફેંકી દેતી ! પપાય
હજુ આપણે ચેતવાને સમય છે, જ્યાં સુધી એનું મૂલ બંધાણું નથી ત્યાં સુધી તેને નિગ્રહ સુખેથી કરી શકાશે.
છેવટે તેમણે નકકી કર્યું કે, ઘાતક પુરુષ પાસે એને ઘાત કરાવીને હાલમાં બીજાને રાજયગાદીએ બેસાડવે, જેથી તે આપણા વચનને ઉલ્લંઘન નહીં કરે, અન્યથા આ ઉદ્વતરાજા શલ્યની માફક આપણને દુઃખદાયક થશે.
એ પ્રમાણે ગોઠવણ કરી પ્રાચીન મંત્રીઓએ પિતાના આત્માની જેમ કુમારપાળને મારવાની ઈચ્છાવડે અંધકારથી વટાએલા તેને ઘરના દ્વાર આગળ રાત્રીના સમયે ઘાતકી પુરુષને તૈયાર રાખ્યા.
આ સર્વ વૃત્તાંત કેઈ આપ્તજનનાં જાણવામાં આવ્યું, જેથી તેણે સર્વ હકીકત ભૂપતિને નિવેદન કરી.
ખરેખર જ્યાં સુધી પુણ્યની જાગ્રતી હોય, ત્યાં સુધી સજજન પર શત્રુઓનું ધારવું નિષ્ફળ થાય છે.
ભૂપતિએ તેજ વખતે પિતાને સુભટને હુકમ કર્યો કે તરત જ તેઓ ઘરની અંદર પેઠા અને શાસ્ત્રધારી તે સુભટને શેધી કાઢી યમદૂતની માફક તેઓએ પકડીને નરેંદ્રની આગળ ઉભા કર્યા.
કુમારપાળે પૂછ્યું. તમેને તેણે મેકલ્યા હતા?