________________
વિદ્યુતપાત
૧૯૫
કારણકે જે ઉપકાર આલેાકમાં પણ તત્કાળ સુંદર ફળ આપે છે. નીચ માણસના પણ કરેલેા ઉપકાર ફલદાયક થાય તેમાં કહેવું જ શું ? એ પ્રમાણે કુમારપાળભૂપતિએ પેાતાના જે જે ઉપકારી હતા તે સર્વેના સત્કાર કર્યાં, માત્ર ધર્મી પ્રાપ્તિના અંતરાયને લીધે શ્રીહેમ. ચંદ્રચાર્ય નુ` સ્મરણ થયું નહીં.
વિદ્યુતપાત
કર્ણાવતીનગરીમાં શ્રીમાન્ હેમચંદ્રસૂરિને સમાચાર મળ્યા કે, શ્રીકુમારપાળરાજાને પાટણની રાજગાદી મળી.
સૂરીશ્વરે ધર્મિષ્ઠ સજ્જનેનિ આ વાત જણાવી, જેથી તેઓ બહુ ખુશી થયા. વળી તે પેાતે વિચાર કરવા લાગ્યા કે, નિમિત્ત જોઈ મે તેને રાજ્ય પ્રાપ્તિને સમય કહ્યો હતેા, ત્યારે તેણે મારી આગળ કબુલ કર્યું છે કે, રાજ્ય મળવાથી હું' જૈનધર્મીની બહુ ભક્તિ કરીશ.
તે વાત તેને યાદ છે કે ભૂલી ગયા? તેની તપાસ કરવી જોઈએ, એમ વિચારી રાજતુ'સ જેમ માનસરવર પ્રત્યે તેમ સૂરીશ્વરે પાટણ તરફ વિહાર કર્યાં.
સંઘસહિત ઉડ્ડયનમ`ત્રી સૂરીશ્વરના સામે આવ્યે અને તેણે મેટા ઉત્સવ સાથે નગરની અંદર પ્રવેશ કરાવ્યેા.
સૂરીશ્વરે એકાંતમાં ઉડ્ડયનમ ત્રીને પૂછ્યું. શ્રીકુમારપાળરાજા હાલમાં રાજવૈભવની ધમાલમાં મને સભારે છે કે નહી ?
ઉદયનમંત્રી એલ્યેા. રાજાની ઉદારતા મહુ અદ્ભુત છે, પેાતાના અંધુઓની માફક સવ ઉપકારીજનાના તેણે સારી રીતે સતકાર કર્યાં છે, માત્ર આપનું સ્મરણ થયુ' નથી.
સૂરીશ્વરે મંત્રીને કહ્યું, આજે એકાંતમાં રાજાને તારે કહેવુ. કે; આજ રાત્રીએ નવીન રાણીના મહેલમાં તમારે સુવુ નહી,
તે સાંભળી રાજાને ચમત્કાર થશે અને જો તે પૂછે કે; આ વાત તને કોણે કહી ?