________________
કૃષ્ણદેવ
૧૯૧. સુભટો બેલ્યા. હે મહારાજ ! અમને પ્રાચીન મંત્રીઓએ મોકલ્યા હતા, એમ રાજ વિરૂદ્ધ સર્વ વૃત્તાંત યથાર્થપણે તેમણે નિવેદન કર્યું.
રાજાએ કિધથી તેમને બોલાવીને પૂછયું. મંત્રીઓએ પિતાને દોષ કબુલ કર્યો.
ત્યાર પછી ભૂપતિએ તેજ ઘાતકેની પાસે તેમને સેપ્યા, જેથી તેઓએ પિતાનું ઘાતકીપણું સિદ્ધ કર્યું.
અહો ! રાજદ્રોહી પુરુષનું કલ્યાણ કયાંથી થાય ! ખરેખર શચનીય છે કે, જેઓ મહાન પુરુષને મારવાની ઈરછા કરે છે, તેઓ પિતે જ મટી આપત્તિમાં આવી પડે છે. પર્વતને ભાગવામાં ઉઘુક્ત થયેલા હાથીઓના દાંત શું નથી ભાંગતા ?
એ પ્રમાણે વૃદ્ધ મંત્રીઓનો નાશ જોઈ બીજા લેકે રાજસેવામાં સારી રીતે વર્તવા લાગ્યા. સત્ય વાત એ છે કે, જ્યાં ચમકાર ત્યાં નમસ્કાર. પ્રાયે ભય વિના લેકે વશ થતા નથી. કૃષ્ણદેવ
કૃષ્ણદેવને અહંકાર થયે કે કુમારપાળ રાજ્યગાદીએ બેઠો પણ તે મારી સાથે થાય છે અને રાજય પણ મેં અપાવ્યું છે, તે મારે એને માનવાની શી જરૂર છે ?
એમ જાણી તે હંમેશાં કુમારપાળનું ઉપહાસ કરતે અને તેની આજ્ઞા પણ માનતા નહેાત,
તેમજ સભામાં અને રાજપાટીમાં ફરવા નીકળે, તે સમયે હાસ્યવડે તે રાજાને તેની પૂર્વ અવસ્થાની દુર્દશા વારંવાર સંભળાવતે હતો.
તેવા માર્મિક તેનાં ઉપહાસ વચનથી વજના પ્રહારથી પર્વતની જેમ રાજા બહુ દુઃખી થઈ કૃષ્ણદેવને એકાંતમાં લાવી કહ્યું.
તમે મારા બનેવી છે, માટે હું તમારે હાસ્યપાત્ર છું, પરંતુ સમય વિના સર્વથા તે શોભતું નથી.
વળી તમે જે કઈ બેસે છે, તે મર્મ ભરેલું જ હોય છે. તેમજ જે વચન મનુષ્યના હૃદયમાં શલ્યની જેમ દુઃખ દે તેવું ખરાબ વચન લવું પણ ઉચિત નથી.