________________
રાજ્યતંત્ર
૧૮૯
કે જાણે પૃથ્વી દેવી નવીન પતાના સ્વામીને જોઈ હસતી હોય તેમ દેખાતી હતી.
દરેક દુકાનોની શ્રેણીઓ લાલપતાકાઓથી શોભતી હતી. જેથી તે નગર સર્વત્ર તેના રાજ્યમાં મુખ્ય શોભા પાત્ર હોય તેમ દીપતું હતું.
વળી મિત્રરૂપ કમલોને પ્રફુલ્લ કરો અને શત્રુરૂપ કુમુદવૃંદને હરણ કરતે કુમારપાલ રાજા ચંદ્રની માફક કોને કૌતુકદાયક ન થતું હતું? રાજ્યતંત્ર
બાદ કુમારપાળભૂપતિએ પોતે આનંદપૂર્વક પ્રીતિરૂપ વેલીના ફલની માફક પલદેરાણીને પટ્ટરાણી પદ આપ્યું.
ઉદયનમંત્રીએ દુઃસ્થિતિના સમયે ઉપકાર કરે તેના પ્રત્યુપકારમાં તેને મુખ્યમંત્રી ક.
મહા પ્રભાવિક તેના પુત્ર વાભિટ્ટને અમાત્યપદ આપ્યું પિતાના જ્ઞાતિમાન્ય જેઓ સત્કાર કરવા લાયક હતા, તેમને. ગ્ય અધિકાર આપ્યા. કારણકે. અસ્પૃદયનું આ મુખ્ય ફલ છે. पुरजनपदग्रामत्राण भटब्रजसंग्रहः,
कुनयदलन नीतेवृद्धिस्तुलार्थमिति स्थितिः । प्रतिषु समता चैत्येष्वर्चा सतामतिगौरव',
प्रशमनविधि नव्ये राज्ये व्यधादिति स प्रमुः ॥१॥ નવીન રાજ્યમાં શાંતિ ફેલાય તે માટે પુર, નગર, દેશ અને ગ્રામ વિગેરેની રક્ષા, ઉદુભટ સુભટોને સંગ્રહ, ખરાબ નીતિને વિનાશ, સુનીતિની વૃદ્ધિ, તેલની મેગ્યરિથતિ, વૃતધારીઓને વિષે સમતા, મંદિરમાં પૂજા અને સજજનોને સત્કાર, એ પ્રમાણે શ્રી કુમારપાલ ભૂપતિએ વ્યવસ્થા કરી.
હવે રાજાની આગળ હિલચાલ કરતા નવીન અમાત્ય મંડલને જેમાં પ્રથમના જુના મંત્રીએ કે પાયમાન થયા. કારણકે દરેક લોકો પિતાની જાતિને સહન કરતા નથી.
તે પ્રાચીન મંત્રીઓ એકઠા થઈ વિચાર કરવા લાગ્યા. આ