________________
સુવર્ણપુરૂષ
૧૮૧ અહો ! દૈવગતિ બલવાન છે.
ગીએ રાજા પર જે વિચાર કર્યો હતો, તે પિતાને જ માટે થઈ પડે. અથવા “જે માણસ પરનું અહિત ચિંતવે છે, તે પોતાનું જ અહિત કરે છે એ વાત સત્ય છે. સુવર્ણપુરુષ
અગ્નિકુંડની અંદર સુવર્ણ પુરુષને જોઈ ચિત્રાંગદાજા બહુ વિસ્મય પામ્ય અને મંત્રીને કહેવા લાગ્યું.
અહો ! તારૂ દીર્ઘદર્શિપણું ! તારા બુદ્ધિ વૈભવને ધન્ય છે. અહે તારી સ્વામીભક્તિ ! અહે ! તારી સાવધાનતા!
તેમજ હે મંત્રી ! પુણ્યની માફક તું મારી સાથે અહીં ન આવ્યા હતા તે આ ગી અગ્નિકુંડમાં હવ્યની માફક મને ફેકી દેત.
એ પ્રમાણે રાજાની સ્તુતિથી ઝણી થયેલ મંત્રી છે. હે દેવ ! પુણ્યબળને લીધે આપ સર્વત્ર કુશલપણે વર્તે છે. अरिमित्रं वार्द्धिः स्थलमनलकीलाम्बुलहरी,
तमस्तेजोऽरण्य, नगरमुरगो दाम भवति । रणः क्रीडास्थान, विषममृतमस्त्र सरसिज,
વિપત્તિ ત્ત, પુતિ સુઝતે પ્રમાણે શા પૂર્વભવમાં કરેલા સુકૃતના બલથી શત્રુ મિત્રસમાન, સમુદ્ર ભૂમિસમાન, અગ્નિજવાલા પાણુની લહેર સમાન,
અંધકાર તેજ સમાન, જંગલ નગર સમાન, સર્પ પુષ્પમાલા સમાન,
રણસંગ્રામ કિડાસ્થાન, વિષ અમૃતસમાન, શસ્ત્ર પુષ્પ સમાન અને વિપત્તિ સંપત્તિ સમાન થાય છે.”
મહાન પરાક્રમી રાજાએ અગ્નિ કુંડમાંથી સુવર્ણપુરુષને બહાર કાઢ અને મંત્રી સહિત રાજાએ તે રાત્રી ત્યાં જ વ્યતીત કરી.
પ્રભાતકાલ થયે એટલે તેઓ બંને સુવર્ણપુરુષને લઈ પિતાના સ્થાનમાં આવ્યા, પછી ભૂપતિએ સુવર્ણ પુરુષની પૂજા કરી પિતાના ભંડારમાં સુવર્ણ રાશિની જેમ તેને સ્થાપન કર્યો.