________________
ભૂતાનંદને અત્યાચાર
૧૭૯ કારણ કે એવા દુષ્ટ ભેગીઓ પિતાનાં કાર્ય સિદ્ધ કરવાની ઈચ્છાથી પિશાચની માફક ઉત્તમ પુરુષને છેતરીને મારે છે.
તેમજ અત્યંત્ર નિર્દય એવા તે દુટો પ્રાણીઓના ઘાતજન્ય પાપથી કસાઈઓની જેમ યમથી પણ ભય પામતા નથી. - આ યોગી સ્વર્ણ પુરુષની સિદ્ધિ માટે તમારી માગણી કરે છે, કારણ કે સ્વર્ણપુરુષની સિદ્ધિ તે બત્રીસ લક્ષણા પુરૂષના હેમ સિવાય થઈ શકતી નથી. માટે સારા લક્ષણેથી સંયુક્ત આપને જોઈ એ દુષ્ટબુદ્ધિ કદાચિત અનિષ્ટ કરે, તેથી હું આગ્રહપૂર્વક આપને કહું છું.
એ બાબતમાં આપને પડવું ઉચિત નથી.
રાજાએ કહ્યું, હું આ હકીક્ત જાણતા નહોતે, તેથી મેં એનું વચન કબુલ કર્યું છે.
હવે હું નીચની માફક પિતાનું વચન કેવી રીતે અન્યથા કરૂં?
મંત્રી છે. જે એમજ આપને કરવાનું હોય તો હું સેવકની માફક આપની સાથે આવું અને ગુપ્ત રહી યાચિત મારું કામ હું કરીશ, એ પ્રમાણે મંત્રીને વિચાર રાજાએ કબુલ કર્યો. ભૂતાનંદને અત્યાચાર
કાળીચૌદશના દિવસે પૂજાની સામગ્રી લઈ ભૂતાનંદગી રાજા પાસે આવ્યા.
રાત્રીના સમયે તેની સાથે ચિત્રાંગદરાજા હાથમાં તરવાર લઈ મશાન તરફ ચાલે. તેની પાછળ એક બુદ્ધિમાન તેને મંત્રી પણ ગુપ્તપણે નીકળે.
સ્મશાનને દેખાવ બહુ ભયંકર લાગતું હતું. નિર્ભય મનથી ભૂતાનંદ શમશાન ભૂમિકામાં ગયે.
ત્યાં પૂજાને સામાન એક બાજુએ મૂક્યો. પછી તેણે એક અખંડિત મંડલ ખેચ્યું. તેની અંદર સુંદર એક અગ્નિકુંડ બનાવ્યું.
કુંડની અંદર ખેરનાં પુષ્કળ લાંકડાં નાંખી પિતાને બાળવા માટે ન હોય તેમ તેણે અગ્નિ સળગાવ્યું.