________________
ભૂતાનંદગી
૧૭૭ તેને ભાવાર્થ એ હતો કે, તે વિક્રમનરેંદ્ર! વિ. સં. ૧૧૯ પૂર્ણ થવાથી તારા સરખે સમૃદ્ધિવાળે કુમારપાલરાજા થશે.
એ પ્રમાણે શ્લેકને ભાવાર્થ પિતાના મનમાં વિચારી તેને નિશ્ચય થયું કે, હું રાજ્યપાલક થઈશ. તેમજ જૈનમુનિઓમાં જ્ઞાનને પ્રભાવ બહુ રહેલો છે, એમ વિશાળ બુદ્ધિમાન તે માનવા લાગ્યું. ચિત્રકૂટગમન
બેસરી, સાજન અને પિતાના કુટુંબને સાથે લઈ કુમારપાળ ત્યાંથી નીકળીને ચિત્રકૂટગિરિ પર ગયે.
ત્યાં શ્રી શાંતિનાથભગવાનના મંદિરમાં શ્રીરામ નામે મુનિ રહેલા હતા, તેમને વંદન કરી કુમારપાલે પૂછયું.
હે મુનીંદ્ર! આ પર્વતને ચિત્રકુટ શાથી કહેવામાં આવે છે?
મુનિ બેલ્યા. અહીંથી ત્રણ કેશ ઉપર સ્વર્ગ પુરી સમાન અદ્ધિશાલી મધ્યમાં નામે નગરી છે. તેમાં ત્રણે લેકના ચિત્તને પિતાના પવિત્ર ચરિત્રેવડે ચકિત કરતો અને પૃથ્વીને વિષે ઇદ્ર સમાન ચિત્રાંગદ નામે રાજા હતે.
તે હંમેશાં અનેક શત્રુઓને અસત્ એવા એક ભયનું પ્રદાન કરતું હતું, જેથી દાનવીર પુરુષો પણ પોતાના હૃદયમાં વિસ્મય પામતા હતા.
સુમતિ નામે સત્યવાદી તેને મંત્રી હતું. જેની બુદ્ધિ રાજ સંપત્તિરૂપ વેલીને પલ્લવિત કરવામાં મેઘ સમાન વર્તતી હતી.
ભૂતાનંદગી
એક દિવસ દેવસભામાં સુરેંદ્રની જેમ ચિત્રાંગદરાજા સભામાં બેઠે હતું. તે સમયે દર્શનની ઈચ્છાથી ભૂતાનંદ નામે એક ચગી ત્યાં
આવ્યો.
સુંદર સ્વાદિષ્ટ કેટલાંક ફળ રાજા આગળ મૂકી તેની સાથે કંઈક વાર્તાલાપ કરી ક્ષણમાત્ર વિનોદ કરી તે ચાલ્યો ગયે. ૧૨