________________
૧૭૬
કુમારપાળ ચરિત્ર
વચ્છ બુદ્ધિવાળે તે રાજા પિતાના જ્યેષ્ઠ બંધુની માફક કુમાર પાલને બહુ માનપૂર્વક પિતાના ઘેર લઈ ગયે.
અનન્ય સેવા ભક્તિથી તેને ખુશી કર્યો. બાદ બહુ આનંદથી ત્યાં રહેતા કુમારપાલે રાજાને પૂછયું.
મારે આવો અપૂર્વ સત્કાર તમે શા માટે કર્યો? રાજાએ કહ્યું. સોમેશ્વરદેવની આજ્ઞાથી મેં આપની ભક્તિ કરી.
દેવના સત્કારવડે કુમારપાલ પિતાને બહુ પુણ્યશાળી માનવા લાગે.
પ્રતાપસિંહનરેશના બહુમાનવડે કુમારપાલ ત્યાં કેટલાક દિવસ રહ્યો. અને તેની સાથે તેણે મિત્રતાને સંબધ જે. સજનનું આ મુખ્ય કર્તવ્ય છે.
પછી કુમારપાલ તેની આજ્ઞા લઈ વક્રગતિ પામેલા ગ્રહની માફક ત્યાંથી પાછો ફર્યો અને શિપ્રા નદી જેને નજીકમાં રહેલી છે, એવી ઉજજયિની નગરીમાં આવ્યું.
વિરહાનલથી અત્યંત તપી ગયેલા હૃદયને પિતાના કુટુંબના સમાન ગમ રૂપ જલસિંચનથી તેણે શાંત કર્યું.
પછી સ્વર્ગ સમાન રૂદ્ધિવાળી તે નગરીનું અવલોકન કરતે કુમારપાલ કુંડગેશ્વર નામે દિવ્ય પ્રાસાદમાં ગયો.
ત્યાં મધ્ય ભાગમાંથી નીકળેલી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ સંબંધી ભુજંગની ફણાવડે ઉન્નત એવું શંકરનું લિંગ જોઈ કુમારપાલને બહુ આનંદ થયે.
પ્રેમપૂર્વક તેણે નમસ્કાર કર્યો. લિંગની અંદર રહેલી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિનાં દર્શન કરી કુમારપાલ જિદ્રભગવાનનું ધ્યાન કરતા શંકરને પણ પિતાના હૃદયમાં બહુ માનવા લાગ્યું.
પછી સર્વને આનંદદાયક અતિ અદ્દભુત તે મંદિરની શોભા તે જતો હતે, તેવામાં ત્યાં દિવ્ય કાવ્યથી લખેલી એક પ્રશસ્તિ કુમારપાલની નજરે પડી.
તરત તે વાંચીને તેમાં શ્રીવિકમરાજાનું નામ લખેલું, તેની આગળ શ્રી સિદ્ધસેન દિવાકરે એક આય લખેલી હતી, તે પણ તેણે વાંચી.