________________
અબરીકવેશ્યા
૧૮૫ વિષાદ વિગેરેને પ્રવેશ થયે અને તે અગાધ ચિંતામાં પડે કે, આવે અજેય કિલો કેવી રીતે પિતાને સ્વાધીન કરે. બબરીકવેશ્યા
એક દિવસ ચિત્રાંગદરાજાથી માન પામેલી બર્બરીકા નામે વેશ્યા કન્યકુબ્ધ રાજાની પાસે ગઈ અને તેણે કહ્યું કે, आरोहत्यचलेश्वरं किमु शिशुः १ पोताजितः किं तर
त्यम्भोधि ? किमु कातरः सरभस संग्राममाक्रामति । शक्येष्वेव तनोति वस्तुषु जनः प्रायः स्वकीयश्राम,
तद्दुर्गग्रहणग्रहे ग्रहिवतां त्वं शंमलीशं ? त्यज ॥ १ ॥ “શું બાલક મેરૂ પર્વત પર ચઢી શકે ખરો? વહાણ વિના મનુષ્ય સમુદ્ર તરી શકે? કાયર માણસ રણસંગ્રામમાં ઉતરવાનું સાહસ કરે ખરા? પ્રાયે માણસ માત્ર યોગ્ય કાર્યમાં જ પ્રયત્નશીલ થાય છે, માટે
હે શંભત્રીશ? તું સમજીને આ કિલ્લે ગ્રહણ કરવાને આગ્રહ છેડી દે?
એ પ્રમાણે વેશ્યાના માર્મિક વચનવડે અંકુશના પ્રહારથી હાથીની જેમ તે રાજા હૃદયમાં ખેદ પામી વિલક્ષ થઈ ગયે.
પછી તેણે બહુ ધન આપી વેશ્યાને પિતાની તરફ મેળવી લીધી.
બાદ તેણીએ આત્મ હિત મિત્રની માફક એકાંત સ્થલમાં જઈને દુગર ગ્રહણ કરવાનો ઉપાય બતાવ્યું.
ચિત્રાંગરાજાને એ નિયમ છે કે હંમેશાં દરેક દરવાજાઓ ખુલ્લા કરી ભેજનાથી પ્રાણીઓને જમાડી યુધિષ્ઠિર રાજાની માફક પિતે જમે ભેજન કરે છે.
જ્યારે હું ગવાક્ષમાં બેસી મારે કેશપાશ છૂટો મૂકું, ત્યારે તારે જાણવું કે દરવાજાઓ ઉઘડયા છે, તે સમયે તરત જ તારે અંદર પ્રવેશ કરો.
એ પ્રમાણે વેશ્યાએ બતાવેલા ઉપાયથી શંભલીશરાજાએ દરિદ્રીના ઘરની જેમ ચિત્રકૂટની અંદર ઉદ્ધત સૈનિકે સાથે પ્રવેશ કર્યો.