________________
૧૭૮
કુમારપાળ ચરિત્ર બીજે દિવસે પણ તે કેટલાંક બીજાં ફળ લઈ પૂર્વની જેમ ત્યાં આવ્યા અને સુખ વાતમાં કેટલાક સમય વ્યતીત કરી પુનઃ પિતાના ધાનમાં ચાલ્યો ગયો.
એવી રીતે નિત્ય નવનવાં ફલેવડે તે પેગીએ દેવની જેમ રાજાની છ માસ સુધી સેવા કરી, પરંતુ કંઈપણ કાર્ય તેણે જણાવ્યું નહીં.
પછી ચિત્રાંગદરાજા તેની ઉપર પ્રસન્ન થયા અને તેણે પૂછયું.
હે ગી! તું શા માટે મારી ભક્તિ કરે છે? જે કંઈ કાર્ય હોય તે તું સુખેથી કહે.
એકાંતમાં ગીએ રાજાને કહ્યું,
સુવર્ણ પુરુષ સિદ્ધ કરનાર મંત્ર ગુરુ પાસેથી મહાકણ વડે મેં મેળવેલ છે.
તેની પૂર્વ સેવા છમાસ સુધી વિધિ પ્રમાણે મેં કરી છે,
હવે તમારી સહાયથી ઉત્તર ક્રિયા કરવાની મારી ઈચ્છા છે અને તે અનુષ્ઠાન કાળીચૌદશની રાત્રીએ મશાનભૂમિમાં અગ્નિની અંદર હોમ કરવાથી સિદ્ધ થાય છે, અન્યથા સિદ્ધ થતી નથી.
હે નરેદ્ર! હાલમાં સત્ત્વ, ઉપકાર, દક્ષિણ્ય અને શૌર્ય વિગેરે ગુણશાલી પુરુષમાં આપ મુખ્ય છે, માટે આપની હું પ્રાર્થના કરું છું
કૃપા કરી ને તમે ઉત્તર સાધક થાઓ તે આપની સહાયથી મારે મંત્ર સિદ્ધ થાય.
ચિત્રાંગદરાજાએ અતિ દાક્ષિણ્યતાને લીધે તેનું વચન માન્ય, કયાકારણ કે “પપકાર કરવામાં મહાત્માઓ વ્યસની હોય છે.
તે વાત પિતાની બુદ્ધિથી મંત્રીના જાણવામાં આવી. તેના મનમાં શંકા થઈ રાજા બહુ ભયમાં આવી જશે. તેણે રાજાને એકાંતમાં બોલાવી કહ્યું.
હે પ્રભુ! દેવની માફક આપ પોતે સર્વ જાણે છે, તે પણ નેહને લીધે મારે આપને કંઈક કહેવાનું છે.
યેગીની આગળ આપે જે સહાયતા કબુલ કરી છે, તે ગ્ય છે, પરંતુ એનું પરિણામ બહુ ખરાબ છે, એમ મારી બુદ્ધિથી હું ધારું છું