________________
૧૭૨
કુમારપાળ ચરિત્ર તેને જોઈ તેઓ તેની પાસે ગયા. વિનયપૂર્વક નમસ્કાર કરી તેની પાસમાં તે બેઠા.
બ્રાહ્મણે પૂછયું. ભાઈઓ! તમે કયાંથી અને અહીં શા માટે આવ્યા છે?
બ્રાહ્મણેએ મૂળથી આરંભી મરતક મજજનની સર્વ વાત કહી. પછી તેમણે કહ્યું.
હે વૃદ્ધ! આ રાજ પ્રશ્નને જવાબ અમારે કેવી રીતે આપ, તે આપ કૃપા કરી કહે.
બહુકૃતના બળથી વૃદ્ધબ્રાહ્મણે તેનું તાત્પર્ય શોધી કાઢ્યું અને પિતાના મનમાં નક્કી કરી, તેમને કહ્યું.
પ્રથમ તમે ભજન કરે, પછી એને ઉત્તર હું તમને કહીશ. તે સંબંધી કંઈપણ ચિંતા કરશે નહીં.
બ્રાહ્મણો જમવા ઉઠયા. જમી રહ્યા બાદ ફરીથી વૃદ્ધની પાસે ગયા અને પોતાની હકીકત પૂછી.
વૃદ્ધ બોલે. તમારા પ્રશ્નનો જવાબ હું પછી આપીશ, પરંતુ મારા કહેવા પ્રમાણે એક કામ કરો.
કંઈ પણ એક વસ્તુ તમે અહીંથી ગ્રહણ કરે. જેથી તમારા માર્ગને ખરચે પૂરો થાય.
તેઓ બેલ્યા. અહીંયાં અમારે લેવા લાયક કઈ વસ્તુ છે?
ત્યારે વૃધે કહ્યું. ચાર નાના કુતરાઓ દરેકની કમ્મરે તમે બેસારી લે. તમારા દેશમાં તેઓ નહીં મળવાથી તેમાંથી તમને ઘણું ધન પ્રાપ્ત થશે.
બ્રાહ્મણે લેભમાં પડી ગયા. જેથી કુતરાનાં બચ્ચાં પિતાની કેડે બેસારી લીધાં,
તે જઈ વૃદ્ધવિપ્ર હસતે મુખે પોતાનું રહસ્ય કહેવા લાગે કેश्वानर्गदभचांडाल-महाभांडरजस्वलाः । देवार्चक च संस्पृश्य, सचेलः स्नानमाचरेत् ॥१॥