________________
૧૭૦
કુમારપાળ ચરિત્ર
પૂર્વકાળમાં જેના ભયથી ભય પામેલી અમરાવતી સ્વર્ગમાં ગઈ હોય તેવી આ કાંચીપુરી છે.
રૂપમાં કામદેવ સમાન મકરધ્વજ નામે રાજા અહીં રાજ્ય કરે છે.
સન્માનપૂર્વક દાનથી જે નરેંદ્ર મુનિઓને પણ માનવા લાયક છે, એ મોટું આશ્ચર્ય છે.
જેના ખડગુરૂપી મેઘ વર્ષે છતે હંસની માફક ભયબ્રાન્ત થઈ શત્રુઓ દરેક દિશાઓમાં નાસી ગયા.
તે મકરવજરાજાએ કૌતુકથી આ મેટું સરોવર બંધાવ્યું છે. જેની શોભા અને પાણી જતાં માનસરોવર પણ ભૂલી જવાય તેમ છે. શિરમજન
એક દિવસ આ સરોવરમાં કમલેની મધ્યમાંથી સુંદર કુંડલેથી સુશોભિત એક મસ્તક બહાર નીકળી “બુડે છે, બુડે છે, બુડે છે.” એમ ત્રણવાર બોલી જળની અંદર બુડી ગયું.
એવી રીતે હંમેશાં કહીને તે નિમજજન કરતું હતું. તે વાત રાજાના સાંભળવામાં આવી, એટલે મકરવજરાજા પણ પિતે ત્યાં જોવા માટે આવ્યા.
તે જોઈ રાજાના મનમાં વિચાર થયો કે, આ બનાવ અમંગલિક છે. એમ જાણી તેના મનમાં કંઈક ભીતિ લાગી.
તેણે પોતાના શ્રેષ્ઠ પંડિતને બોલાવ્યા અને પૂછયું.
સરોવરની અંદર તે મસ્તક ત્રણવાર બેલીને ચાલ્યું જાય છે, તેનું તાત્પર્ય શું છે? તે સ્પષ્ટ રીતે મને સમજાવે.
સિદ્ધાંતસાગરના પારગામી બ્રાહ્મણે પણ જડપુરુષની માફક તેનું તત્વ કંઈપણે જાણી શક્યા નહીં, તેથી રાજાને બહુ ક્રોધ થયો અને તેણે કહ્યું.
રે મૂર્ખાઓ? લાકડાની તરવારથી મારું ધન ખાઓ છે, પરંતુ કંઈ જાણતા નથી.
ખરેખર તમે કાચ સરખા છે છતાં મેં ઈન્દ્રનીલમણિની