________________
૧૬૮
કુમારપાળ ચરિત્ર
માટે હે લક્ષમી ! પિતાના પુત્રની માફક મારી ઉપર જે પ્રસન્ન થઈ હોય તે તું પ્રેમ વલ્લીના ફલરૂપ ઐશ્વર્ય મને આપ.
લક્ષમીએ વર આપે, કે આજથી પાંચમે વર્ષે તારા મનોરથરૂપી વૃક્ષ ફલશે.
એમ કહી લક્ષ્મીદેવી અંતર્ધાન થઈ ગઈ પછી કુમારપાલ તે ગી પાસે ગયો. પ્રભાતમાં સર્વ રાત્રિવૃત્તાંત નિવેદન કર્યું.
યોગી પ્રસન્ન થઈ બોલ્ય. ખરેખર તું ભાગ્યશાલી છે, કારણકે આ મહાન કઠીને મંત્ર તે ઉત્કૃષ્ટ ધર્મ ક્રિયાની માફક સિદ્ધ કર્યો. કાંચીપુરી
સિદ્ધ થયે છે મંત્ર જેને એ કુમારપાળ ગીને પ્રણામ કરી ત્યાંથી નીકળે. દેશાટન કરતે તે કર્ણાટક દેશની શોભારૂપ સ્ત્રીની કટીમેખલા સમાન કાંચીપુરીમાં ગયે.
અંદરના ભાગમાં તે ફરતે હતે. તેવામાં પાણી ભરતી સ્ત્રીઓનું ટોળું તેને જોવામાં આવ્યું.
કૌતુક સાંભળવાની ઈચ્છાથી તે પણ ત્યાં ગયે. શત્રુએ મસ્તક ઉડાવી દીધેલું એવું કઈક પુરૂષનું ધડ ત્યાં પડેલું હતું.
તે જોઈ પનીહારીઓ પરસ્પર બોલતી હતી. અહો ! એને કેશકલાપ કે સુંદર અને લાંબો દેખાય છે ? અહો ! એના કાન કેવા દીર્ઘ છે ?
હે ! એની દાઢી બહુ ગાઢ છે ?
અહે! મુકતાવલિ સમાન દેદીપ્યમાન દાંતની પંક્તિ અદ્દભુત શોભે છે?
અહો ! હંમેશાં પાનખાવામાં આ પુરુષ બહુ વ્યસની છે.
એ પ્રમાણે તે સ્ત્રીઓનું બોલવું સાંભળી કુમારપાલ ચકિત થઈ ગયો અને વિચાર કરવા લાગે.
આ પુરુષનું મસ્તક નથી, છતાં આ સ્ત્રીઓ કેશલાપાદિકની સ્થિતિ કેવી રીતે જાણે છે?