________________
બહુશ્રુત બ્રાહ્મણ
૧૭૧ બ્રાંતિથી તમારે સત્કાર કર્યો, કારણ કે એક પણ મારે સંદેહ તમે ભાગી શકયા નહીં.
તે સાંભળી પંડિતાએ કહ્યું. રાજન ! આ પ્રશ્નનો ઉત્તર અમે ચાર મહીને આપીશું. એમ કહી રાજાને શાંત કરી તેઓ એકાંતમાં વિચાર કરવા લાગ્યા.
એક વૃદ્ધ માણસ જે જાણે, તે કરોડ યુવાન પુરુષો પણ જાણી શકતા નથી.”
એ વાત લેકમાં પ્રસિદ્ધ છે. માટે આ બાબત કોઈ વૃદ્ધ પુરુષને પૂછવી જોઈએ.
વળી તેવા વૃદ્ધપુરૂષ પ્રાયે મરૂદેશમાં સંભળાય છે, તેથી ચાલે આપણે મારવાડદેશમાં જઈએ અને કેઈ મારવાડી-મરૂદેશના વૃદ્ધપંડિતને પૂછીએ.
એમ વિચાર કરી તે ચારે બ્રાહ્મણે ત્યાંથી નીકળ્યા. અનુક્રમે મરૂન દેશમાં જઈ પહેચ્યા. કારણકે દરેક માણસ પોતાનું કાર્ય પ્રથમ સિદ્ધ કરે છે બહુશ્રુત બ્રાહ્મણ
તપાસ કરતા તે બ્રાહ્મણે વિક્રમપુરનામે નગરમાં ગયા. તેની અંદર એક બ્રાહ્મણ રહેતું હતું. તે બહુશ્રુત અને બહુ પ્રસિદ્ધ હતે.
જેની સેવામાં બુદ્ધિ મેળવવાની ઈચ્છાથી આચાર્યની પાસે શિષ્યસમુદાયની જેમ ઘણું જીજ્ઞાસુઓ રહેતા હતા.
- હૃદયમાં નહી સમાવાથી ઉપર નીકળી આવેલા મૂર્તિમાન બુદ્ધિના અંકુરાઓ હેયને શું ! તેવી રીતે જેના મસ્તક પર કાસના પુષ્પ સમાન ઉજવલ કેશ દીપતા હતા.
હંસની શ્રેણીવડે સરેવર જેમ ૧૦૦,૮૨,૬૦ અને ૩૮ વર્ષના અનુકમે પુત્રપૌત્રાદિક પરિવાર વડે ઘેરાયેલે હતો.
વૃદ્ધાવસ્થા છતાં પણ જેનું શરીર યુવાનના સરખું લષ્ટપુષ્ટ હતું અને ઉંમરમાં તે એકસો વીસ વર્ષને હતે.