________________
અમૃતસાગર
૧૬૯ એમ વિચાર કરી તેણે સ્ત્રીઓને પૂછયું. એના મસ્તક વિના તમે એનું વર્ણન શા ઉપરથી કરે છે? હાસ્ય કરી સ્ત્રીઓ બેલી. હે સુભગ!
વસ્તુનું નિરક્ષણ કરીને મૂર્ખઓ પણ બેલે છે, પરંતુ બુદ્ધિમાન તે તેઓ જ ગણાય કે, જેઓ જોયા વિના પણ વર્ણન કરે.
જે આ ધડના પૃષ્ઠ ભાગપર ચોટલાને ઘસારે પડે છે, તે પરથી એને કેશપાશ લાંબે હવે જોઈએ.
કુંડનાં ચિહ એના સ્કંધપર પડેલાં છે તેથી તેના કાન લાંબા હોવા જોઈએ.
નાભિ સુધી એના હૃદયને ભાગ ઉજવલ દેખાય છે, તેથી દાઢીના વાળ બહુ લાંબા હશે.
તેમજ ટચલી આંગલીને પ્રાંત ભાગ લાલ છે અને અંગુઠો ચુનાથી ઘેળો દેખાય છે, તે પરથી તાંબુલ ખાવાને એને વધારે અભ્યાસ હશે.
એ પ્રમાણે એના ચિન્હો ઉપરથી તે વાત સાબીત થાય છે.
એમ સ્ત્રીઓની બુદ્ધિવડે કુમારપાલ બહુ ખુશી થયે અને ત્યાંથી આગળ ચાલ્યા. અમૃતસાગર
આગળ જતાં અમૃતસાગર નામે એક તળાવ આવ્યું. જેની મનહર પાળ ઉપર ગાઢ વૃક્ષ શ્રેણિ શોભતી હતી.
કુમારપાળે અંદર ઉતરી સ્નાન કર્યું. પછી તેના કાંઠા પર રહેલા ભવ્ય મંદિરમાં તે ગ.
ત્યાં લોકે દેવની માફક એક મસ્તકની પૂજા કરતા હતા. તે જોઈ કુમારપાળે પૂજા કરતા એક માણસને પુછ્યું.
અહીંયાં આ દેવમૂર્તિએને ત્યાગ કરી તમે આ મતકને શા માટે પૂજે છે ?
પૂજક છે. હે દેવ ! એની હકીક્ત આપ સાંભળે.