________________
ગીની મૂછો
અહે! એકદમ આ ગીને શું થયું ?
એમ ચિંતવન કરતાં રાજાને પણ દુઃખથી મૂરછી આવી ગઈ અને બેભાનમાં પડેલા રાજાએ આકાશમાં રહેલા દેવતાઓને હાહાકાર સાંભળે.
ક્ષણવાર પછી રાજા સચેતન થયા અને પિતાની આગળ ઉભેલી એક દેવી તેણે જોઈ
તે દેવી મેઘમાળાની માફક કમંડલુના જળથી સિંચન કરતી, પ્રદીપની માફક પિતાની કાંતિવડે અંધકારને દૂર કરતી, દીવ્ય આભારની રચના વડે કલ્પલતાની માફક દીપતી, ભ્રમરીઓ વડે પશિની જેમ દેવાંગનાઓ વડે સેવાતી, મને હર દર્શનથી ચંદ્રલેખાની માફક આનંદ આપતી, બહુ ચિનગ્ધ દષ્ટિવડે માતાની માફક વારંવાર અવકન કરતી.
અને જેણીના શરીરની કાંતિ સુવર્ણ સમાન ચળકતી હતી એવી તે દેવી બોલી,
વત્સ! તે અપરાજિતા દેવી હું પિતે છું. તારા સાહસવડે હું પ્રસન્ન થઈ છું. તારી ઈચ્છા પ્રમાણે વર માગ.
પ્રણામ કરી અભયંકર બેલ્ય,
દેવિ ! જે તું મારી પર તુષ્ટ થઈ હોય તે કાર્ય કરવામાં ઉઘુક્ત થયેલા આ મારા ભુજને સ્તંભનથી મુક્ત કર. જેથી મારા મસ્તકના દાનવડે આ તારા ભક્ત ગિની વિદ્યાસિદ્ધિને સિદ્ધ કરૂં. મારે રાજ્યાદિક સમૃદ્ધિનું કંઈ પ્રજન નથી.
વળી જે તું આ કાર્ય કરવાને શક્તિમાન ન હોય તે આ મણિચૂડની સિદ્ધિ પરિપૂર્ણ કર.
તે સાંભળી દેવી બેલી. સિદ્ધિની વાર્તા દૂર રહી, પરંતુ આ પાપીને સચેતન કરવાની પણ મારી ઈચ્છા નથી, કારણ કે
આ દુષ્ટ અધમ એ સ્ત્રીવધ કરવાને પ્રારંભ કર્યો છે. વળી