________________
વિજય પ્રયાણ
૧૩૧ કરીએ છીએ, જે અંધારૂં છાયાના મિષવડે શત્રુરૂપ દીવાને આશ્રય લઈ આનંદ માને છે.
આ બાબત આપના હિતની ખાતર કહેવા માટે જ હું આવ્યો છું.
પ્રથમથી જ હિત કહેવું તેજ બુદ્ધિમાન ગણાય, તેમજ “ભવિષ્યના સુખનું ચિંતન કરવું એજ ડહાપણ કહેવાય, અન્યથા ડાહ્યો માણસ જડની માફક દુઃખી થાય, તો બંનેમાં કંઈ વિશેષતા ગણાય નહીં.”
માટે તમે તૈયાર થઈ બધાયે અહીં ઉભા રહે. અજાપુત્ર અહીં આવશે એટલે હું તમને તેની સાથે મેળવી દઈશ.
પિતાને હિતકારક આ વચન સાંભળી પ્રધાન લોકેએ કબુલ કર્યું,
પછી મંત્રીએ તેજ વખતે નગરની બહાર આવી પિતાના અધિપતિને તે વૃત્તાંત નિવેદન કર્યું. વિજયપ્રયાણ
પ્રભાતકાળને આવિર્ભાવ થશે. પૂર્વાચલના શિખર પર અરૂણેય થયે. સૂર્યને પ્રકાશ દિગંતરને જેવાને જેમ પ્રસરવા લાગે.
પક્ષિઓના મધુર શબ્દો આળસુઓનું બાધિર્યા દૂર કરવા લાગ્યા. ઉદ્યોગીજને પોતપોતાના કાર્યમાં તૈયાર થવા લાગ્યા. તેમજ અજાપુત્રના રીન્યમાં યુદ્ધની તૈયારી થઈ. શત્રુઓના પ્રાણહારક વાગે વાગવા લાગ્યા.
સુભટોએ સર્વાગે શસ્ત્ર ધારણ કર્યા, જેથી તેઓ લેહમય હોય તેવા દેખાવા લાગ્યા.
મુખેથી સિંહનાદ કરતા હતા, તેથી તેઓ કેવળ શબ્દમય દેખાવા લાગ્યા.
સાક્ષાત તેજોમય મૂર્તિમાન ઉત્સાહની મૂતિઓ સમાન, આગળ ઉભેલા શરીરધારી અહંકાર અને એકત્ર થયેલ પ્રતાપના પિંડ સમાન તેઓ દેખાતા હતા.
તેમજ સંગ્રામના ઉત્સાહથી ઉંચી ફલેગ મારતા, જયજયના આઘષવડે વાચાલિત અને શત્રુઓને સંહારવામાં ઉત્કંઠિત એવા પદાતિ સુભટોને આગળ કર્યા.