________________
૧૪૬
કુમારપાળ ચરિત્ર એ પ્રમાણે સૂરીશ્વરના વાયરૂપી ભાલાવડે હૃદયમાં વિધાયેલે રાજા વાણું અને મનથી ન કળી શકાય તેવી ચિંતા પડે.
ત્યાર પછી યાત્રાવડે પવિત્ર છે આત્મા જેને એ સિદ્ધરાજ ગુર્જરાધીશ, શ્રી હેમચંદ્ર આચાર્ય સાથે પિતાની રાજધાનીમાં આવ્યા.
અંબાદેવીના વચનની પરીક્ષા માટે શ્રીકણદેવના પુત્ર સિદ્ધરાજ ભૂપતિએ ઉત્તમ પ્રકારના દૈવને બેલાવ્યા. - મારે પુત્ર થશે કે નહીં? તેમજ મારી ગાદીએ ભાવી રાજા કોણ થશે?
એ પ્રમાણે રાજાને પ્રશ્ન સાંભળી તાત્કાલિક લગ્ન ઉપરથી તેને નિશ્ચય કરી નૈમિત્તિકોએ દેવીના કહ્યા પ્રમાણે ઉત્તર કહ્યો, કારણ કે તિષશાસ્ત્ર અન્યથા થતું નથી.
દેવી અને નૈમિત્તિકના વચનથી રાજાને વિશ્વાસ રહ્યો નહીં, તેથી તેણે સેમેશ્વરની આરાધના કરીને પુત્ર મેળવ નિશ્ચય કર્યો.
ત્યાર પછી પગે ચાલતે માર્ગમાં દાણા વીણીને વૃત્તિ ચલાવત કાર્તિકેયની જેમ સિદ્ધરાજ પ્રભાસમાં ગયે.
ત્યાં સ્નાન કરી સ્ત્રી સહિત રાજાએ ત્રણ ઉપવાસ કર્યા. પુષ્પાદિકથી પૂજન કરી શ્રીમનાથને બહુ પ્રસન્ન કર્યા.
શારીરિક ઝળહળતા તેજના સમૂહવડે રાત્રિને પણ દિવસ કરતા સેમેશ્વર દેવ પ્રત્યક્ષ થઈ બેલ્યા.
રાજન ! તું શા માટે અહીં આવ્યો છે? તે મારું શા માટે મરણ કર્યું છે?
રાજાએ નમન કરી કહ્યું કે,
હે ભગવન! મારી વૃદ્ધ અવસ્થા છે. છતાં મારે એક પણ પુત્ર નથી, મારે વંશ નિરાધાર છે.
હે દેવ! આપને હું સેવક છું, છતાં પણ મારે પુત્ર નહીં, તે કલ્પવૃક્ષને આશ્રય રહેલા પુરુષને ભૂખે મારવા જેવું છે. | માટે કૃપા કરી જલદી મને એક પુત્ર આપે. વૃક્ષ પર લતાની જેમ જેના આશ્રયથી રાજ્યશ્રી સ્થિર થાય.