________________
૧૮૫ત્તન
૧૬૧
તેટલામાં ક્રોધથી ઘમઘમેલા રાજાના સુભટો નગરની અંદર તપાસ કરતા ત્યાં આવ્યા અને સૂરિને કહેવા લાગ્યા.
તમારા મઠની અંદર કુમારપાલ છે?
પ્રાણીને બચાવ કરે, તે મોટું પુણ્ય છે અને મિથ્યા વચન બોલવામાં થોડું પાપ છે, એમ જાણતા સૂરિ બોલ્યા.
અહીંયાં તે કુમારપાલ છે જ નહીં.
તે સાંભળી સુભટો બોલ્યા. જે અહીં કુમારપાલ ન હોય તે ૨ાજાની પ્રતિજ્ઞા કરે.
પ્રતિજ્ઞા કરવાથી પ્રાણ હાનિ થશે, એમ જાણતા છતાં પણ પુણ્યાથી સૂરિએ પ્રતિજ્ઞા કરી. કેઈ દુષ્ટના કહેવાથી અહીં કુમારપાલ છે, એમ જાણી સુભેટોએ તે સ્થાનની અંદર બલાત્કારે બહુ તપાસ કરી. જોતા જોતા તેઓ ભોંયરાના દ્વાર આગળ આવ્યા. ત્યાં પુસ્તકને ઢગલો અને તાડપત્રોથી પુરેલા તે દ્વારની દૈવબલથી તેમણે તપાસ કરી નહીં.
બાદ ત્યાંથી વિલક્ષ થઈ તેઓ ચાલ્યા ગયા. કુમારપાલને સૂરિએ બહાર કાઢી કહ્યું. સુભટનાં વચન તેં સાંભળ્યાં હતાં કે નહીં ? હાથ જોડી કુમારપાલ છે. પ્રભો ! એમનું અને તમારું વચન અંદરથી મેં સાંભળ્યું હતું. जिता पृथ्वी पृथ्वी, दलितमखिल शात्रवकुलं,
कृतः कोशो भूयान् कनकनिकरायजनितैः । मुदा राज्यं मुकं सुचिरमधुना बन्धुहननात,
वृथा वृद्धः सिद्धक्षितिपतिरय किं रचयिता ? ॥ १ ॥ “ વિશાલ એવી પૃથ્વીને જીતી, સમગ્ર શત્રુઓનાં કુલ સંહાર્યા. ન્યાયપૂર્વક સંપાદન કરેલા સુવર્ણના સમૂહવડે ઘણું ખજાના લાંબી મુદત આનંદથી રાજ્ય સુખ ભોગવ્યું.
હાલ વૃદ્ધાવસ્થામાં સિદ્ધરાજભૂપતિ વિના કારણે બંધુઓના હનનમારવાથી શું કરવા ધારે છે ?”
ભર્યા.