________________
૧૬૨
કુમારપાળ ચરિત્ર વળી હે સૂરદ્ર! આપે મૃત્યુને સ્વીકાર કરી જીમૂતવાહનરાજાએ ગરૂડથી શંખચૂડનાગને જેમ સિદ્ધરાજે કરેલાં સંકટાદિથી મારું સંરક્ષણ
કર્યું.
આપને ધર્મ દયામય છે, એમ મેં પ્રથમ સાંભળ્યું હતું, પરંતુ હાલમાં મારા રક્ષણથી મને સાક્ષાત્ તેને અનુભવ થયે.
વળી આ સમયમાં સુખની અંદર પણ ઉપકાર કરનાર પાંચ કે છે, એમ પરિગણિત હોય છે.
પરંતુ પ્રાણુતમાં રક્ષણ કરનાર તે આપ એક જ છે. શ્રેષ્ઠ અને અનેક આપના ગુણવડે પ્રથમ પણ આપને હું ભક્ત
હતો.
હાલમાં તે જીવિતદાન આપવાથી ખરેખર હું આપને દાસ છું. નિમિત્ત સેવાથી પ્રથમ મેં આપને રાજ્ય આપવું કબુલ કર્યું છે. હાલમાં મારું જીવિત પણ આપને માટે અર્પણ કરૂ છું. એ પ્રમાણે કુમારપાલના કેટલાક ઉદ્દગાર સાંભળી સુરિ બોલ્યા.
કુમારે! હાલમાં ઘણું કહેવાની કંઈ જરૂર નથી. પછીથી સર્વ હકિકત તું જાણીશ.
એમ કહી સૂરિએ ઉદયનમંત્રી પાસેથી ઘણું ભાતું તેને અપાવ્યું. પછી તેને પાછલી રાતને ત્યાંથી વિદાય કર્યો. વટપત્તન
કુમારપાલ ત્યાંથી પૃથ્વી પર ફરતે ફરતે વડેદરા શહેરમાં ગયે.
ત્યાં બહુ ક્ષુધા લાગવાથી કટુક-કડવા શેઠની દુકાને ગયા. ત્યાં તેણે એક વિશાપક (પાલી) ચણા માગ્યા. વાણીઆએ ચણા આપી તેની પાસે પૈસા માગ્યા
કુમારપાલે તેના બદલામાં પિતાની તરવાર મૂકવા આપી. વાણીઓ સમજી ગયે કે એની પાસે કંઈપણ ધન નથી.
પછી તેણે કહ્યું, મારે કંઈપણ લેવું નથી. આ ચણ તારા સુખને માટે થાઓ.