________________
૧૬૦
કુમારપાળ ચરિત્ર
આમ રાજાની માફક આ કુમારપાલ પણ ભૂપતિ થઈને પરમ શ્રાવક બની જૈન મતના ઉદ્યોત કરશે.
એ પ્રમાણે સૂરીશ્વરની આજ્ઞાથી ઉડ્ડયન મંત્રી કુમારપાલને પેાતાના ઘેર લઈ ગયા અને ભજનવસ્રાદિક વડે બહુ સત્કાર કર્યાં.
ત્યાર પછી ત્યાં રહેલા કુમારપાલ ચરા પુરુષના જાણવામાં આવ્યો એટલે તેઓએ નિષ્કારણ વૈરી બનેલા સિદ્ધરાજને તે વાત નિવેદન કરી. તેજ વખતે સિદ્ધરાજે હુકમ કર્યાં. શત્રુને મારવામાં લંપટ અનેલા સુભટા ખભાતમાં આવ્યા અને નગરની અંદર ચારે બાજુએ તેની શેાધ કરવા લાગ્યા.
ઉડ્ડયનમંત્રીના આવાસમાંથી નીકળી કુમારપાલે શણની ઈચ્છાથી મૈનાકપવ તે સમુદ્રના જેમ હેમચ'દ્રસૂરિના આશ્રય લીધે અને કહ્યું, સિદ્ધરાજના સુભટો મને મારવા માટે પ્રચંડ પિતૃના વૈરથી શેાધે છે, માટે હું આપને શરણે આવ્યે છું.
હું પ્રભા ! વાઘથી બકરાનું જેમ તે ઘાતકી સુભટાથી યાવડે મારૂ પણ રક્ષણ કરો.
અથવા આપનું જ્ઞાન સત્ય કરવાની ઈચ્છાવડે પણુ આપે મારૂ રક્ષણ કરવુ જોઈએ.
એ પ્રમાણે કુમારપાલનું વચન સાંભળી દયાના સાગર સૂરી’દ્ર વિચાર કરવા લાગ્યા.
એક તરફ રાજાના દ્રોહ થાય અને બીજી તરફ એનુ રક્ષણ કરવું જોઈએ; રાજદ્રોહમાં મરણ થાય અને એનુ રક્ષણ કરવાથી મારુ પુણ્ય થાય
આ બંને કામાં હાલ મારે શું કરવુ ? રાજા કાપાયમાન થાય અથવા પ્રાણુ ચાલ્યા જાય તેા પણ એનુ રક્ષણ તા કરીશ.” કારણ કે આ ક્ષત્રિયકુમાર જિનશાસનના બહુ પ્રેમી છે.
ભૃગૃહ
એમ વિચાર કરી સૂરિએ પેાતાના સ્થાનમાં ભોંયરાની અંદર તેને ઉતાર્યાં અને તેનું દ્વાર પુસ્તકોવડે ઢાંકી દીધું.