________________
૧૫૨
કુમારપાળ ચરિત્ર લગાડશે, તેને મનવાંછિત ધન હું આપીશ. એમ કહી તેણે ચારે દિશાએ પિતાના સુભટોને મેકલ્યા. ભીમસિંહ
રાજાના સૈનિકે નિરાશ થઈ ત્યાંથી ચાલ્યા ગયા. ત્યાર પછી ખેડુતને વિચાર થયેલ કે, હવે અહીં કેઈ છે નહીં, એમ જાણી એક પ્રહર રાત્રિ ગઈ ત્યારે પાંદડાંના ઢગલામાંથી કુમારપાલને બહાર કાઢો.
તેના શરીરે બહુ કાંટા વાગેલા, તેથી સવગે રૂધિરના પ્રવાહ ચાલતા હતા, તે સમયે ઝરતા ધાતુઓના રસથી ખરડાએલા પર્વતની માફક તે શેતે હતે.
વળી તે વખતે કુમારપાલ નેત્રકમલ ખુલ્લા કરી જીવલેકને જોવા લાગે. અને વધ્યસ્થાનમાંથી મુક્ત થયેલા પશુ સમાન પિતાને માનવા લાગ્યા.
ત્યાર પછી કુમારપાલે ખેડુતને કહ્યું. મારા દુઃખના સમયે તું આધાર થયે અને મને પ્રાણ સંકટમાંથી બચા.
તારી સહાયથી આજે હું શત્રુના રસૈન્યમાંથી છુટ છું. આ દુઃખમાંથી મને બચાવીને તે કયે ઉપકાર ન કર્યો? “સર્વ ઉપકારમાં પ્રાણીના પ્રાણનું રક્ષણ કરવું, એ મુખ્ય ઉપકાર છે.”
તું મને જીવિતદાન આપનાર છે, માટે તેને બદલે મારાથી કઈ રીતે વળે તેમ નથી, તે પણ પોતાના બંધુની માફક હું તારે સમય ઉપર ઉપકાર કરીશ.
એમ કહી ભીમસિંહ એ પ્રકારે તેનું નામ ધારી લઈ કૃતજ્ઞ પુરૂષમાં ચૂડામણિ સમાન તે કુમારપાલે તેને વિદાય કર્યો. ધન લેભી ઉંદર
કુમારપાલે જટા કાઢી નાંખી અને અન્ય વેષ ધારણ કર્યો, જેથી તે ઓળખી શકાય નહીં. ત્યાર પછી પિતાના પરિવારને મળવા માટે ત્યાંથી દધિસ્થલી તરફ ચાલે.
માર્ગમાં ચાલતું હતું, તેવામાં એક વૃક્ષ આવ્યું, તેની છાયામાં વિશ્રાંતિ માટે તે બેઠે.