________________
૧૫૪
કુમારપાળ ચરિત્ર અરે ! આ મેં શું કર્યું? એમ બહુ શોકાતુર થઈ ત્યાંથી તે આગળ ચાલે. દેવશ્રી
કુમારપાલને ભજન કરે ત્રણ દિવસ થયા, તેથી તપસ્વિની માફક તે સર્વાગે દુર્બલ થઈ ગયો.
કુક્ષિઓમાં કુવા પડી ગયા. પ્રચંડ મૂછીથી સર્પ દંશેલાની માફક આંખ મીચાવા લાગી. આવી દુર્દશામાં આવી પડેલ કુમારપાલ રથમાં બેસી પોતાના સાસરેથી પિયર જતી કઈક સ્ત્રીને જોવામાં આવે.
તેને જોઈ સ્ત્રીના હૃદયમાં દયા આવી. અરે ! આ કઈ મહા પુરુષ દુઃખમાં આવી પડે છે. એમ જાણ તેણીએ બંધુના નેહથી કુમારપાલને પોતાના રથમાં બેસાડે અને કપૂરના ચૂર્ણથી સુંગધમય ચોખાને દહી મિશ્રિત રાંધેલા ભાત તેને આપે, તેથી તે શાંત થયે.
અહે! દુઃખ સમયે પણ દૈવને ચિંતા હોય છે, એમાં સંશય નથી.
ઉર્દભર નામે ગામમાં દેવસિંહની પુત્રી અને દેવશ્રી તેનું નામ એવી રીતે પિતાની ઉપકારિણી જાણીને તેણે કહ્યું,
હે ભગિનિ! મારા રાજ્યાભિષેક સમયે તારે મને તિલક કરવું. એમ કહી કુમારપાલ સંપત્તિથી થુલ એવી દધિસ્થલી તરફ ગયે. સજજન કુંભકાર
પ્રથમથી ત્યાં મૂકેલા રાજાના સુભટેએ અહીં કુમારપાલ આવે છે, એ પ્રમાણે પિતાના હવામીને નિવેદન કર્યું. તે વાત સાંભળી રાજાએ તેને મારવા માટે ત્યાં રીન્ય મોકલ્યું.
રીન્યના સંચારથી ઉડેલી ધૂળવડે સૂર્ય પણ ઢંકાઈ ગયે. અનુક્રમે સૈનિકે નગરીની નજીકમાં ગયા અને ચારે દિશાઓમાં ઘેરો ઘાલ્ય,
કુતરાઓના મંડલમાંથી સસલાની માફક કુમારપાળે ત્યાંથી નીકળી જવાને ઘણાંએ ફાંફાં માર્યા, પરંતુ કંઈ લાગ ફાવે નહીં.
તેવામાં એક સજજન નામે કુંભાર ઈંટને નિભાડો પકવતે.