________________
ધન લાભી ઉદર
૧૫૩
ત્યાં એક જગાએ ઉંદરનું બિલ હતુ. તેમાંથી એક ઉદર રૂપાની મુદ્રા (રૂપીએ) સુખ વડે ખેચતા હતા, તે તેના જોવામાં આવ્યું.
તે ઉદર કેટલી મુદ્રાએ લાવે છે, તેવી જીજ્ઞાસાથી કુમારપાલ તે તરફ જોઈ રહ્યો, તેટલામાં એકવીશ મુદ્રાએ તે ખે’ચી લાન્ચેા. તે મુદ્રાઓને જોઈ બહુ હર્ષોંથી દર ઊંચા થઇ વાર વાર નૃત્ય કરવા વાગ્યે.
તે જોઇ કુમારપાલને વિચાર થયા કે;— नो भोगो गृहादिकार्यकरण नो राजदेयं किमप्यन्यस्याऽपि न सत्कृतिर्न सुकृत सत्तीर्थ यात्रादिकम् । यद् गृणन्ति तथाऽपि येोलुपधियः सूच्याननाद्या धनं,
तन्मन्ये भुवनैकमोहनमहो ! नास्मात्पर किंचन ॥ १ ॥ અશનાઢિક ભાગ ભાગવવાના નથી. ગૃહાર્દિકનું કઈ કામ નથી. રાજાને કઈં આપવાનું નથી. અન્ય લેાકેાને પણ આપવાનું નથી. સત્કાર કરવાના નથી. પુણ્યાપાર્જન નથી. ઉત્તમ તીર્થાની યાત્રાદિક નથી.
છતાં પણ લેાભબુદ્ધિથી ઉદર વિગેરે પ્રાણીઓ જે ધન ગ્રહણ કરે છે, તેથી હું' માનુ છું કે,
અહા ! જગતને ખાસ માહિત કરનાર ધન સિવાય અન્ય કોઈ વસ્તુ નથી.”
તે ઉંદર મુદ્રાએની ઉપર ક્ષણમાત્ર બેસે છે. ક્ષણમાં સુઈ જાય છે. એમ કરતા છતા તેમાંથી એક મુદ્રા લઈ પાતાના બિલમાં ગયે એટલે બાકીની મુદ્રાએ લઈને કુમારપાલ ગુપ્ત રીતે ત્યાં ઉભેા રહ્યો. એક મુદ્રા અંદર મૂકી ઉદર પાછે આવ્યો અને ત્યાં જોયુ તે બીજી મુદ્રાઓ મળે નહીં. તેથી તે ઉંદર બહુ દુઃખી થઈ તરતજ ત્યાં મરી ગયા.
તે જોઈ કુમારપાલ ચિંતાતુર થઈ ગયા અને પશ્ચાત્તાપ કરવા
લાગ્યા.