________________
૧૫૬
કુમારપાળ ચરિત્ર માટે હે સજજન ! મારા કુટુંબને અહીંથી તું ઉજજ્યમાં લઈ જા અને હું આ મિત્રની સાથે દેશાંતરમાં જઈશ.
એ પ્રમાણે કુમારપાલ વાત કરતા હતા, તેવામાં ખુંખારાથી જેમ તેના વાર્તાલાપના અવાથી સજજનનાં માતાપિતા જાગી ગયાં.
રાત્રીના ઉજાગરાને લીધે તે બંને જણ વરીની માફક બોલવા લાગ્યાં. હે દુછો! વૃથા ઉજાગરાથી તમે શા માટે રાત્રી ગમાવે છે?
હે બેસરી ! આ રાજા થઈને શું તને લાટ દેશનું રાજ્ય આપવાને છે?
હે સજજન ! તને શું ચિત્રકૂટને પટ્ટો આપશે ?
રાજાની માફક તમે બંને નિશ્ચિત થઈને શામાટે સુઈ રહ્યા નથી? એની જેમ શું તમારે પણ કંઈ વિચાર કરવાને છે કે?
એ પ્રમાણે સજ્જનના પિતાનું વચન સાંભળી કુમારપાલે પિતાના વસ્ત્રાંચલે શકુનની ગાંઠવાળી અને મર્મસ્થાનમાં આઘાત લાગ્યાની માફક તે વિચાર કરવા લાગે.
પ્રાણીઓનું દારિદ્ર એજ દૌર્ભાગ્ય છે. જેના આશ્રયથી બેલતે પણ માણસ બીજા અને શત્રુ સમાન અપ્રિય થાય છે.
ગુણસ, કૃતજ્ઞ, કુલીન, મહાન, પ્રિયવાદી અને દક્ષ એ પણ પ્રાણી જે નિધન હોય તે તે લોકપ્રિય થતો નથી.
એમ વિચાર કરી કુમારપાલે પિતાનું કુટુંબ સજજન સાથે ઉજજયિનીમાં કહ્યું અને પોતે વેષાંતર કરી બેસરી સાથે ચાલતે થયે. ભિક્ષામાતા
આખા દિવસની મુસાફરી કરી પણ તે દિવસે તેમને કંઈપણ ભેજન મળ્યું નહીં. બીજે દિવસે મધ્યાન્તકાળ થયે, એટલામાં એક ગામડું આવ્યું, સુધા અને તૃષાની પીડાથી કુમારપાલે પિતાના મિત્રને કહ્યું. હવે કઈક ઉપાય કર, જેથી કંઈક ખાવાનું મળે.
બ્રાહ્મણ બેલ્યો. મારી માતા ભેજન આપશે. કુમારપાલ બેલ્યો. તારી માતા કયાં છે?