________________
૧૪૫
અંબિકા આરાધન અંબિકા આરાધન
શ્રી હેમચંદ્રઆચાર્યો પણ ઉલ્લાસ પામતી કવિતારૂપ વેલડીના ફલરૂપ સ્તોત્રોને જિદ્રભગવાનની ભેટમાં મૂકયાં.
ત્યાર પછી ત્યાંથી ઉતરીને તેઓ પ્રભાસપાટણ ગયા. ત્યાં સેમેશ્વરની યાત્રા કરી કેડીનાર નગરમાં ગયા.
અહિં જગદંબા સમાન અંબાદેવીની સિદ્ધરાજે પૂજા કરી. પછી પુત્રની ચિંતાથી આતુર થયેલા ભૂપતિએ હેમચંદ્રસૂરીશ્વરને પિતાને અભિપ્રાય જણાવ્યું.
હે ભગવન્! મારે ત્યાં રન, સુવર્ણ, હાથી, ઘોડા વિગેરે સર્વ સંપત્તિઓ રહેલી છે, પરંતુ રાજ્યશ્રીરૂપ વેલીને વૃક્ષ સમાન એક પુત્ર નથી. માટે કૃપા કરી આપ આ અંબાદેવીને પૂછો. મારે પુત્ર થશે કે નહીં અને મારી પછી કોણ રાજા થશે?
એ પ્રમાણે રાજાની વિનંતિ સાંભળી આચાર્ય મહારાજે ત્રણ ઉપવાસવડે અંબાદેવીની આરાધના કરી પ્રસન્ન થયેલી દેવીએ કહ્યું તે પ્રમાણે પુનઃ રાજાને ગુરુએ કહ્યું,
હે રાજન ! તું ગમે તેટલા ઉપાય કરીશ તે પણ તારે પુત્ર થવાની નથી. તેમજ તારી પાછળ જે રાજ થશે, તે પણ તું સંભાળ. સેમેશ્વર પ્રાર્થના
કર્ણદેવને પુત્ર ક્ષેમરાજ અને તેને પુત્ર પવિત્ર બુદ્ધિમાન દેવપ્રસાદ નામે દધિસ્થતિમાં રહે છે.
તેને પુત્ર ત્રિભુવનપાલ છે. જેનું સત્વ બહુ અગાઘ છે અને જેના ભુજારૂપી વિધ્યાચલમાં શૌર્ય રૂપી હાથી હંમેશા ક્રીડા કરે છે.
તેના ત્રણ પુત્ર છે. શ્રીકુમારપાલ, મહીપાલ અને કીતિપાલ. જેમનું અપાર સત્વ વિલસી રહ્યું છે એ!
વિશ્વવિખ્યાત શ્રી કુમારપાલ દ્વારા રાજ્યને ભક્તા થશે. તેમજ તે રાજા સંપ્રતિરાજાની માફક ભૂમંડલમાં જૈનધર્મને વિસ્તાર કરશે.
૧૦