________________
૧૪૪
કુમારપાળ ચરિત્ર ત્યાં મનહર ભક્તિ પૂર્વક રાજાએ શ્રી આદિનાથ ભગવાનની પૂજા કરીને નેત્ર અને જન્મનું અનંત ફલ મેળવ્યું.
સ્થિર દષ્ટિ વડે આદિનાથ ભગવાનને વારંવાર જે તે રાજા પિતાના આત્માને ઉભયથા મહા આનંદના સ્થાનભૂત માનતા હતા.
હેમાચાર્ય પણ ભક્તિરૂપ વેલડીથી ઉત્પન્ન થયેલા પુના ગુછ સમાન નવીન નવીન તે વડે શ્રી આદિનાથભગવાનની સ્તુતિ કરવા લાગ્યા.
તે તીર્થમાં વાણીથી અગોચર એવું તીર્થકરનું મહાત્મય જઈ સિદ્ધરાજની શ્રદ્ધા જૈન ધર્મમાં બહુ દઢ થઈ.
જે આવા ઉત્તમ તીર્થમાં પોતે લક્ષમીને નિગ ન કરે છે, જન્માંતરમાં પ્રાણીઓને ઉત્તમ રાજવૈભવ કયાંથી મળે !
એમ વિચાર કરી રાજાએ અગણ્ય પુણ્યરૂપ કરિયાણાની ઈચ્છાથી શ્રી આદિનાથભગવાનની પૂજા માટે બારગામ આપ્યાં. તેમજ અમૃત સમાન સ્વાદિષ્ટ ભજનવડે બહુ છૂટથી ઘણું ભેજનશાળાએ બંધાવી. | નવીન દુકૂલ, પૃથ્વી, અનેક હાથી અને ઘડાઓના દાનવડે યાચકને રાજા સમાન કર્યા. અહે ! એની દાન શક્તિ કેટલી? રેવતકગિરિ
ત્યાંથી ઉતરીને સિદ્ધરાજનૃપતિ રૈવતાચલ ઉપર ગયા. ત્યાં કામદેવને નિમ્ન કરનાર શ્રીનેમિનાથભગવાનને ભૂપતિએ ભક્તિપૂર્વક નમસ્કાર કર્યો
પછી શ્રીખંડ, કુસુમ, સુવર્ણ અને નાદિક વડે પિતાના આત્માને પૂજ્ય બનાવવાથી ઈચ્છાથી જ ભગવાનની પૂજા કરી.
રાજાની ભક્તિ જેઈ વિનીત એવા પૂજારી–સેવકે આસન લાવ્યા. પરંતુ રાજાએ તેને સ્વીકાર કર્યો નહીં. અને સર્વ સમક્ષ કહ્યું કે,
આ તીર્થમાં રાજાએ પણ આસન પર બેસવું નહીં. ખાટલામાં સુવું નહીં. ભેજન સમયે આગળ આડણી મુકવી નહીં. તેમજ સ્ત્રાએ પ્રસૂતિ કરવી નહીં. અને દહીની છાશ કરવી નહી, એ પ્રમાણે ધર્મની શ્રદ્ધાવાળા પ્રાણીઓએ વ્યવસ્થા પાળવી.