________________
૧૪૨
કુમારપાળ ચરિત્ર એમ જાણી પિતાના ગુરુ શ્રી હેમચંદ્ર આચાર્યને સાથે લઈ તે તીર્થાટન કરવા નીકળે.
હેમચંદ્રસૂરિને માર્ગમાં પગે ચાલતા જોઈ રાજાએ કહ્યું.
મહારાજ ! આપ શા માટે પગે ચાલે છે? આપના માટે પાલખી તૈયાર છે, એમ બહુ આગ્રહ કર્યો પછી ગુરુમહારાજ બોલ્યા.
| હે રાજન ! વાહનાદિકમાં બેસવાથી અન્ય પ્રાણીઓને બહુ દુઃખ થાય છે, માટે મુનિએ કે ઈપણ વાહનમાં બેસતા નથી. તેમજ જેઓ ઉઘાડા પગે ઉપગ પૂર્વક દિવસે ચાલે તે જ ચારિત્રધારી મુનિઓ કહેવાય, વાહનમાં બેસનાર મુનિ ગણાય નહીં.
દરેક જીવના સુખદુઃખને પ્રિય અને અપ્રિયને જાણનાર દયાળું જૈન મુનિએ પરપ્રાણીઓને કેમ દુઃખી કરે? એ પ્રમાણે કહી સૂરિએ વાહનને નહીં સ્વીકાર કરવાથી રાજાનું મન દુઃખાયું, તેથી બહુ ક્રધાતુર થઈ તેણે કહ્યું,
આપ મહાત્મા થયા તે પણ જડ જેવા છે, એમ કહી તે આગળ ચાલે. ગુરુપ્રાર્થના
માર્ગમાં ચાલતાં ત્રણ દિવસ ગયા, પરંતુ કેઈ ઠેકાણે સૂરદ્રને સમાગમ કે નહીં, તેથી રાજાએ પિતાના મનમાં જાણ્યું કે, જરૂર મારી ઉપર આચાર્ય મહારાજ કે પાયમાન થયા.
ચોથા દિવસે સૂરીશ્વરને પ્રસન્ન કરવાની ઈચ્છાથી સિદ્ધરાજ પિતે મહાભયંકર ગુરુદ્વારમાં સેવકની જેમ ગયે. બહાર રહેલા રાજાએ કાંજી સાથે ભિક્ષાનાનું પરિવાર સહિત ભજન કરતા આચાર્યને જોયા.
ત્યાર પછી રાજાને વિચાર થયે. આ મહાત્માઓ હંમેશાં કેવી તપશ્ચર્યા કરે છે? જળમિશ્ર ભિક્ષાન્ન જમે છે અને માર્ગમાં પગેથી ચાલ છે.
માટે અન્ય જનની માફક સામાન્ય બુદ્ધિવડે આ માનવા લાયક મહાભાનું મારે અપમાન કરવું ઉચિત નથી, પરંતુ મહેશની માફક માનવા યોગ્ય છે.