________________
૧૪૧
પુત્રચિંતા
એ પ્રમાણે સત્વ સંબંધી અજાપુત્રની કથા સાંભળી શ્રી કુમાર પાળ રાજા પિતાના હૃદયમાં તે ઉપદેશને ધારણ કરી દધિસ્થલી નામે પિતાના સ્થાનમાં ગયા અને ધર્મ, અર્થ, તથા કામને આરાધતા દિવસે વ્યતીત કરવા લાગ્યા. પુત્ર ચિંતા ( શ્રીસિદ્ધરાજભૂપતિ રાજ્ય શાસન ચલાવતું હતું, તેનાં ઘણાં વર્ષ દિવસોની માફક સુખમાં ચાલ્યાં ગયાં. પરંતુ ગૃહસ્થ ધર્મ રૂપી વૃક્ષના ફલ સમાન પ્રજા પુત્ર પ્રાપ્તિ થઈ નહીં, તેથી શલ્યવડે વીંધાયેલાની જેમ તે બહુ દુઃખી થયા અને વિચાર કરવા લાગે, | મારું મસ્તક ધળું થયું છે, જેથી વૃદ્ધ અવસ્થાનો સંભવ થયો છે, છતા હાલમાં પણ પુણ્યહીન માણસ દ્રવ્ય જેમ નિધાનને તેમ મેં પુત્ર સુખ દેખ્યું નહીં.
સર્વ સમૃદ્ધિથી સંપૂર્ણ એવું આ કુળ પણ પુત્ર વિના જળથી ભરેલું સરોવર જેમ કમળ વિના તેમ શેભતું નથી.
વળી સૂર્ય વિના દિવસ, દાન વિના વૈભવ, મહત્વ વિના ઔચિત્ય, ગૌરવ વિના સત્કાર, કમલ વિના સરોવર, સમૃદ્ધિ વિના મંદિર તેમજ પુત્રવિનાનું કુલ ખરેખર શોભતું નથી.
આ સંસારમાં પુત્ર અને વૈભવ, એ બંને સાર છે. તેમાંથી એક વિના પણ માણસને જન્મ નિષ્ફલ છે.
જળને પરપિટે, વિજળીને પ્રકાશ અને સંધ્યા કાળના રંગની જેમ પુત્ર વિના પ્રાણીઓનું કુલ ક્ષણમાત્રમાં નષ્ટ થાય છે, એ મહા ખેદની વાત છે.
એમ ચિંતાતુર થયેલા રાજાએ પુત્ર માટે વિવિધ પ્રકારના ઘણા ઉપાય કર્યા પણ પુત્ર થયે નહિ. કારણ કે ભાગ્ય વિના સિદ્ધિઓ પ્રાપ્ત થતી નથી.
સંતાન વિના સિદ્ધરાજ ખિન્ન થઈ ગયે, ત્યારે તેને વિચાર થયે કે, હવે તીર્થયાત્રા કરવી એ એગ્ય છે,