________________
મોક્ષ પ્રાપ્તિ
૧૩૯ વત્સ ! તારું સત્વ ફકત ઉપકારની ખાતર રહેલું છે. જેના વિના માણસ જીવતો છતે પણ મરેલો ગણાય છે.
મનુષ્યમાં બત્રીશ લક્ષણ અધિક ગણાય છે, પરંતુ તે પણ સત્વની આગળ સ્વલ્પ ગણાય છે. જેથી પ્રાણુ જીવે છે, તેથી પણ આ સત્વ અધિક છે.
માટે હે સવાલય! અવિચ્છિન્ન આ રાજ્યનું ચિરકાલ તું પાલન કર અને સાત્વિક રાજાઓમાં તું શિરોમણિ થા.
એમ આશીર્વાદ આપી દેવી વાદળની છાયા માફક અંતર્ધાન થઈ ગઈ. પછી રાજાએ સ્નાનાદિક કરી પિતાના પરિવાર સાથે જોજન કર્યું. . મોક્ષ પ્રાપ્તિ
સાત્વિકવૃત્તિને સ્વીકાર કરી સત્ય, કાંતિ અને પરાક્રમ સહિત એ તે અજાપુત્ર સત્યભામા અને બલદેવ સહિત જેમ વિષ્ણુ તેમ કેનું પાલન કરતો છતે પુરુષોત્તમ થ.
અન્યદા જ્ઞાની ગુરુનાં દર્શન થયાં. સિદ્ધિ લગ્નમાં નિર્ધન ચિંતામણિને જેમ તેમ રાજાએ સમ્યકત્વ ગ્રહણ કર્યુંતેમજ તે શુદ્ધ સમ્યકૃત્વ પૂર્વક જૈન ધર્મને પ્રભાવ ફેલાવવા લાગ્યે અને દિગંતરમાં પિતાને યશ વિસ્તારી તેણે બહુ સમય સુધી રાજ્ય ચલાવ્યું.
ત્યાર પછી વૃદ્ધાવસ્થાને લીધે સંસારની અસારતા તેના હૃદયમાં વધવા લાગી, અને મુમુક્ષુની જેમ તે રાજયાદિક વૈભવથી પરામુખ થયે.
આ સંપત્તિ અને સ્ત્રીઓ ખલની જેમ ચલાયમાન છે, તેમ વિરસ અને પિતાને સ્વાધીન નથી, એમ જાણી તેણે લકમી અને સ્ત્રીઓનો હંમેશા અનાદર કર્યો.
વિદ્યમાન વિષને ત્યાગ કરવામાં ગુણ હોય છે, અવિદ્યમાનને તો હોતો નથી. એટલા માટે અજાપુત્રે વિષ સમાન વિદ્યમાન વિષને ત્યાગ કર્યો.
દેહની અંદર રહેલ પાંચ ઇન્દ્રિયને જે વિજય નહીં કરું, તે મારા શૌર્યની ખામી ગણાય, એમ જાણું તેણે પાંચે ઇન્દ્રિઓને જીતવાની ઈચ્છા કરી.